તરબૂચ કેમિકલવાળું છે કે નહીં આ રીતે ઓળખો
બજારમાં મોટા પ્રમાણમાં તરબૂચ આવી ગયા છે આવામાં તેની ખરીદી વખતે થોડું ધ્યાન રાખવું જોઈએ.
તરબૂચમાં ઘણાં પ્રકારના પોષક તત્વો હોય છે જેમ કે, સોડિયમ, પોટેશિયમ, ફાઈબર, આયર્ન અને વિટામિન જે ખાવાથી ફાયદો થાય છે.
ગરમીમાં તરબૂચ ખાવાથી શરીર હાઈડ્રેટ રહેવાની સાથે પાણીની અછત પૂરી થાય છે.
પરંતુ આજકાલ બજારમાં ઘણાં કેમિકલથી પકવેલા તરબૂચ પણ મળે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.
આ પ્રકારના તરબૂચ ખવાથી પેટ સહિતની બીજી કેટલીક બીમારીઓનો ભોગ બનવું પડે છે.
FSSAIએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને જણાવ્યું છે કે તરબૂચ કેમિકલવાળું છે કે નહીં તે કઈ રીતે ઓળખવું.
કેમિકલવાળા તરબૂચને ઓળખવા માટે તબૂચના બે ભાગમાં કાપીને એક કોટન બોલ લઈને તરબૂચના મધ્યમાં હળવું દબાણ કરવું.
જો તરબૂચની અંદરના ભાગને ઘસવાથી કોટન પર હળવો રંગ ચઢે સમજી લેવું કે તેમાં Erythrosine કેમિકલનો ઉપયોગ થયો છે.
આ કેમિકલ લાલ ડાઈ જેવું હોય છે, જે તરબૂચને વધુ લાલ બનાવવામાં મદદરૂપ કરે છે.
આ રીતે તપાસ કરીને તમે જાણી શકો છો કે તરબૂચ કેમિકલવાળું છે કે નહીં.