ગજકેસરી યોગ: આ ત્રણ રાશિઓનો થશે ભાગ્યોદય
ગજકેસરી યોગ: આ ત્રણ રાશિઓનો થશે ભાગ્યોદય
આ વર્ષે શ્રાવણ મહિનામાં(હિન્દી કેલેન્ડર અનુસાર) ગજકેસરી યોગનું નિર્માણ થઇ રહ્યું છે.
ગજકેસરી યોગને મોટો ધનલાભને યોગ માનવામાં આવે છે. ગજકેસરી યોગ અને ચંદ્રથી બને છે.
ગજકેસરી યોગથી 3 રાશિના જાતકોનો ભાગ્યોદય થઇ શકે છે.
પહેલો ગજકેસરી યોગ 10મી જુલાઈએ બન્યો હતો, બીજો ગજકેસરી યોગ 7મી ઑગસ્ટની વહેલી સવારથી 9 ઑગસ્ટની વહેલી સવાર સુધીનો છે.
7 ઓગસ્ટે ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુ સાથે ગજકેસરી યોગ બનાવશે.
મેષ: નોકરી કરતા લોકોને મોટું પદ મળી શકે છે. નવી યોજના અથવા નવો વ્યવસાય શરૂ કરી શકો છો. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહી શકે છે.
ગુરુના પ્રભાવને કારણે જાતકોના લગ્ન નિશ્ચિત થઈ શકે છે. વિવાહિત જીવન સુખમય રહેશે. શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે.
મિથુન: વેપાર કરનારા લોકોને મોટો ફાયદો થઈ શકે છે. અચાનક નાણાંકીય લાભથી બચી શકશો. બેંક બેલેન્સ પહેલા કરતા વધુ હોઈ શકે છે.
નોકરી કરતા લોકોના કામની પ્રશંસા થશે. શૈક્ષણિક સ્પર્ધા સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે. નવું કામ કરવા માટે સમય અનુકૂળ છે.
કર્કઃ વેપારી વર્ગ તેમના કાર્યને વિસ્તારવામાં સફળ થઈ શકે છે. ધંધામાં મજબૂતી આવશે. આવકના નવા સ્ત્રોત બનશે.
પગારમાં વધારો થઈ શકે છે, પ્રમોશન મળી શકે છે કામનું દબાણ પણ વધશે. કરિયર માટે સમય સારો છે. પ્રગતિનો નવો માર્ગ મળી શકે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)