અમદાવાદની નજીક આવેલી છે આ 500 વર્ષ જૂની વાવ

ગાંધીનગરના જિલ્લાના માણસા તાલુકો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. 

માણસામાં લગભગ 500 વર્ષ જૂની વાવ આવેલી છે. 

આ વાવનું નિર્માણ 1526માં કરવામાં આવી હતી. 

આ વાવને લોકો 'વાવ દરવાજા' તરીકે ઓળખે છે. 

આ વાવમાં એક પ્રાચીન શિલાલેખ આવેલો છે. આ શિલાલેખ પર 28 પંક્તિઓ કંડારાયેલી છે.

અહીંના ગવાક્ષમાં ભૈરવદાદાની અને અંબાજી માતાની દેરી આવેલી છે. 

આ વાવની મધ્યમાં માતાજીનું મંદિર બાંધવામાં આવ્યું છે.

આ વાવમાં અંદાજિત 102 જેટલાં પગથિયાં આવેલા છે. 

આ વાવની અંદર કોતરવામાં આવેલી એક તકતી પર વાઘેલા વંશની કુલ 9 પેઢી વિશેની માહિતી લખેલી છે.

આ વાવનું બાંધકામ વિક્રમ સંવત 1582માં માગશર સુદ બીજના રોજ કરવામાં આવી આવ્યું હતું.

આજે આ વાવને પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત ઇમારત તરીકે જાહેર કરવામાં આવેલી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો