ઘરે બનાવો હલવાઇ જેવા ટેસ્ટી મોદક, આ છે સીક્રેટ રેસિપી

ઘરે બનાવો હલવાઇ જેવા ટેસ્ટી મોદક, આ છે સીક્રેટ રેસિપી

ગણેશ ચતુર્થીનો પર્વ નજીક છે. મોદક ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે.

તમે ઘરે મોદક બનાવીને ગણપતિને ભોગ ધરાવી શકો છો. ચાલો જણાવીએ સીક્રેટ રેસિપી.

તેના માટે 2 કપ ચોખાનો લોટ, 1 કપ ગોળ, 2 કપ કોપરાની છીણ, 2-3 ચમચી કિશમિશ, ચપટી જાયફળ, ચપટી કેસર, અડધી ચમચી ઇલાયચી પાવડર, 1 ચમચી ઘી લો.

એક પેનને ગરમ કરીને તેમાં કોપરાની છીણ નાંખીને મિક્સ કરો.

હવે તેમાં ગોળ નાંખો અને તેને સારી રીતે મિક્સ કરો, થોડવાર પછી તેમાં જાયફળ નાંખો.

5 મિનિટ સુધી ધીમી આંચ પર આ મિક્સચરને ચડવા દો અને કેસર નાંખીને ઉતારી લો.

હવે એક પેનમાં 2 કપ પાણી નાંખો અને તેમાં ઘી નાંખીને ઉકાળો.

જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં ચોખાનો લોટ નાંખીને મિક્સ કરો. હવે તેને ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.

જ્યારે આ લોટ ટાઇટ થઇ જાય તો તેને ઘી લગાવેલા એક પેનમાં કાઢી લો. ગરમ પાણીથી લોટ બાંધી લો.

હવે તેના ગોળ લુવા બનાવી લો અને તેમાં કોપરાનું છીણ નાંખીને મોદક બનાવો.

તેને સ્ટીમમાં બાફી લો. મોદક બનીને તૈયાર છે. તેને તમે ભગવાન ગણેશને પ્રસાદ રૂપે અર્પિત કરો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો