કંપનીને મળ્યો 451 કરોડનો ઓર્ડર, હવે ભાગશે શેર

ભારત સરકારની માલિકીની ડિફેન્સ કંપની, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડને 5.4 કરોડ ડોલર (લગભગ 451 કરોડ રૂપિયા)નો એક મોટો ઓર્ડર મળ્યો છે. 

ગાર્ડન રીચ શિપબિલ્ડર્સે જણાવ્યું કે, તેણે જર્મનીની કંપની, કાસ્ટર્ન રેહડર શિફ્સમાક્લપ એન્ડ રીડરી GMBHની સાથે 7500 DWT ક્ષમતાવાળા ચાર મલ્ટી-પરપઝ પાણીવાળા જહાજ બનાવવા અને તેની સપ્લાય માટે એક કરાર કર્યો છે. 

કંપનીએ જણાવ્યું કે, આ કરારમાં નજીકના ભવિષ્યમાં 4 અન્ય જહાજો બનાવવાનો પણ વિકલ્પ સામેલ છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ 33 મહિનાની અંદર જહાજોની ડિઝાઈન અને નિર્માણ પૂરું થયા બાદ તેને એક્સપોર્ટ કરશે. 

ઓર્ડરના પ્રમાણે જહાજ 120 મીટર લાંબા, 17 મીટર પહોળા હશે, જેમનું મહત્તમ ડ્રાફ્ટ 6.75 મીટર હશે. પ્રત્યેક જહાજની ક્ષમતા 7,500 મેટ્રિક ટન કાર્ગો લઈ જવાની હશે.

આ જહાજોમાં એક સિંગલ કાર્ગો હશે, જે બલ્ક, નાર્મલ અને પ્રોજેક્ટરના બધા પ્રકારના કાર્ગોને એડજસ્ટ કરશે. કન્ટેનરોને હેચ કવર પર લઈ જવામાં આવશે. 

આ વર્ષે હજુ સુધી કંપનીના શેરમાં લગભગ 88.72 ટકા તેજી આવી ચૂકી છે. જ્યારે ગત એક વર્ષમાં તેણે તેના રોકાણકારોને 185.27 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

કંપનીની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો, માર્ચ ક્વાટરમાં તેનો ચોખ્ખો નફો 101.81 ટકા વધીને 111.60 કરોડ રૂપિયા રહ્યો, જે તેના પાછલા નાણાકીય વર્ષના આ ક્વાટરમાં 55.30 કરોડ રૂપિયા હતો. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.