ઠંડીમાં તુલસીનો છોડ સૂકાઇ ગયો છે? આટલું કરો, લીલોછમ થઇ જશે

તુલસીનો છોડ માત્ર તેના ઔષધીય ગુણો માટે જ જાણીતો નથી પરંતુ હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર પણ તેને શુભ માનવામાં આવે છે.

તુલસીના છોડને પુનઃજીવિત કરવા અને શિયાળામાં તેને સ્વસ્થ અને લીલોછમ રાખવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.

વધારે પાણી ન નાંખો

તુલસીના છોડને વધારે પાણી ન નાખો કારણ કે તેનાથી છોડના મૂળમાં ફૂગ થઇ જશે. શિયાળામાં છોડને 2-3 દિવસમાં એકવાર પાણી આપો.

MORE  NEWS...

ફેશિયલ નહીં કાચુ દૂધ ચમકાવશે ચહેરો, ફેસ પર લાવશે ગજબનો નિખાર

એલોવેરાના છોડનો ગ્રોથ અટકી ગયો છે? કુંડામાં નાંખી દો આ ફળની છાલ

ઘરમાં પડેલા ખાલી ડબ્બામાં ઉગાડી આદુ, મોંઘુ થશે તો પણ તમને સાવ મફતમાં મળશે

છાણનો ઉપયોગ કરો

કુંડામાં ગાયનું સૂકું છાણ નાંખો કારણ કે તે સારું ખાતર છે.

ઉપરના પાન તોડો

તુલસીના છોડને ભરાવદાર બનાવવા માટે તેના ઉપરના પાન તોડતા રહો.

માંજર તોડો

તુલસીના બીજને મંજરી પણ કહે છે. તમે આ બીજનો ઉપયોગ તુલસીના છોડને ફરીથી ઉગાડવા માટે કરી શકો છો.

એપ્સમ સોલ્ટનો ઉપયોગ કરો

તમે તુલસીના છોડને લીલોછમ રાખવા માટે તેમાં એપ્સમ સોલ્ટ ઉમેરી શકો છો.

MORE  NEWS...

ગુલાબના છોડમાં ડાળીએ-ડાળીએ ફૂલ આવશે, નાંખી દો આ સસ્તી વસ્તુ

મૂળાના નામે કચરો તો નથી ખરીદી રહ્યાં ને! આ ટિપ્સ કરો ફોલો, એકદમ મીઠા નીકળશે