જાસૂદના છોડમાં કળીઓ નથી આવતી? આટલું કરો, ખીલશે ફૂલ

જાસૂદના ફૂલ દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત હોય છે, જેનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ છે.

તેવામાં ઘણા લોકો જાસૂદના ફૂલ પોતાના ઘરમાં વાવે છે. પરંતુ કેટલાંક કારણોથી છોડમાં ફૂલ નથી ઉગતા.

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ચાલો જાણીએ શું કરવાથી જાસૂદના છોડમાં ફૂલ ખીલશે.

જો તમારા જાસૂદના છોડમાં ફૂલ ન ખીલતા ગોય તો તેની માટીને એકવાર જરૂર બદલી નાંખો. તેના માટે તમારા ગાર્ડનની માટીમાંથી કાંકરા-પત્થર કાઢી લો.

હવે છોડની આસપાસની માટી ખોદી લો અને નવી માટી નાંખો. આવું દર 1 વર્ષે કે 6 મહિને જરૂર કરો. તેનાથી જાસૂદના છોડમાં કળીઓ ખીલશે.

MORE  NEWS...

Health: રોજ સવારે ચાવી જાવ આ નાના પાન, 5 મોટી બીમારીઓની થઇ જશે છુટ્ટી

રસોડાની ગંદી અને ચીકણી ટાઇલ્સને ચકાચક કરી દેશે આ જુગાડ, મિનિટોમાં થશે કામ

કરમાયેલા છોડમાં પ્રાણ ફૂંકશે રસોડાની આ વસ્તુ, સાવ મફતમાં લીલાછમ થઇ જશે પ્લાન્ટ્સ

જો જાસૂદના છોડમાં એકપણ ફૂલ ન આવતા હોય તો કેમિકલવાળા કીટનાશક કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાનું બંધ કરો. તેના બદલે હીંગ અને ચા પત્તીનો ઉપયોગ કરો.

તેના માટે રાતના સમયે ચા પત્તી કે ગ્રીન ટીને એક લીટર પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે આ પાણીમાં 1 ચમચી હીંગ નાંખી દો.

હીંગ અને ચા પત્તીને સારી રીતે પાણીમાં મિક્સ કર્યા બાદ તેને જાસૂદના છોડમાં નાંખી દો. આવું દર 15 દિવસના ગેપમાં કરવાથી છોડમાં ફૂલની કળીઓ ખીલશે.

જાસૂદના છોડમાં કળી ન આવતી હોય તો એકવાર તેનું કટિંગ કરો. દર 3 કે 4 મહિને છોડનું કટિંગ કરવાથી નવી ડાળી અને શાખાઓની સાથે કળીઓ પણ ખીલશે.

તેના માટે 50 ગ્રામ રાઇને મિક્સરમાં પીસીને પાવડર બનાવો. એક લીટર પાણીમાં તેને ભેળવીને છોડમાં નાંખી દો. તેને ધીમે-ધીમે ફૂલ ખીલવાનું શરૂ થશે.

MORE  NEWS...

તુલસીનો છોડ સૂકાઇ રહ્યો છે? નાંખી દો આ ઘરેલુ ખાતર, અઠવાડિયામાં થઇ જશે હર્યોભર્યો

આ વિટામિનની ઉણપના કારણે અટકી જાય છે હેર ગ્રોથ, જાણી લેશો તો મહિનામાં વધશે વાળ

વર્ષો જૂનો ઘૂંટણનો દુ:ખાવો છૂમંતર થઇ જશે, રોજ પીવો આ લીલા પાનનો ઉકાળો, થશે ફાયદો