ફૂલોથી ભરાઇ જશે ગુલાબનો છોડ, નાંખીનો આ 5 નકામી વસ્તુઓ

શું તમારા ગુલાબના છોડમાં પણ ફૂલ નથી ખીલતા? વધારે ધ્યાન આપવા છતાં પણ છોડમાં ગુલાબ ન ખીલે તો ઘણુ દુ:ખ થાય છે.

ગાર્ડનિંગ લવર્સ તે વાત સારી રીતે સમજી શકે છે. જો તમે પણ છોડમાં ઢગલાબંધ ફૂલ આવે તેવું ઇચ્છતા હોય તો તમારે રસોડાની 5 નકામી વસ્તુ કુંડામાં નાંખવી જોઇએ.

ઉપયોગમાં લીધેલી ચા પત્તીને જો તમે ફેંકી દેતા હોય તો તમને જણાવી દઇએ કે તમે તેને ગુલાબના કુંડામાં નાંખીને ફૂલોનું પ્રોડક્શન વધારી શકો છો.

શાકની છાલથી બનતુ ખાતર તમારા છોડ માટે કોઇ સંજીવની સમાન છે. આ ખાતરથી છોડને ઢગલાબંધ ફૂલ આવશે.

MORE  NEWS...

ઢોલ જેવું પેટ એકદમ સપાટ થઇ જશે, રોજ સવારમાં કરો આ કામ; સડસડાટ ઘટશે વજન

ઘરે બનાવો સનસ્ક્રીન લોશન, તડકામાં રહેશો તો પણ કાળી નહીં પડે સ્કિન

લીચી આટલું ચેક કરીને ખરીદશો તો છેતરાશો નહીં, એકદમ મીઠી અને ફ્રેશ નીકળશે

શાકભાજીની છાલથી ખાતર બનાવવા માટે માટીનાં કુંડામાં થોડી માટી , શાકભાજીની છાલ અને થોડુ વર્મીકંપોસ્ટ નાંખી દો.

ઇંડાની છાલમાં પોટેશિયમ હોય છે, જે છોડના ગ્રોથ માટે સારુ માનવામાં આવે છે.

ફૂલોથી ભરેલુ કુંડુ મેળવવા માટે ઇંડાની છાલને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને તમે 15 દિવસમાં એકવાર કુંડાની માટીમાં નાંખી શકો છો.

કેળાની છાલમાં પણ પોટેશિયમ સારી માત્રામાં હોય છે. આ છાલનો ઉપયોગ પણ તમે ગુલાબના ફુલો ખીલે તે માટે કરી શકો છો.

કેળાની છાલના નાના ટુકડા કરી લો અને તેને પાણીમાં પલાળી દો. તેને આખી રાત રાખ્યા બાદ બીજા દિવસે ગાળીને કુંડાની માટીમાં નાંખી દો.

ગુલાબના છોડમાં ફૂલ ઉગાડવા માટે તમે ઘરમાં પડેલી આ નકામી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

MORE  NEWS...

હેર વોશ બાદ પણ ગુંચવાયેલા રહે છે તમારા વાળ? ન્હાતા પહેલા લગાવી દો આ વસ્તુ

તમારી આ 7 ભૂલોના કારણે ક્યાંક ઘર ભડકે ન બળે! શોર્ટ સર્કિટથી બચવા આટલું જરૂર કરો

તડકાથી સ્કિન કાળી થઇ ગઇ છે? દહીંમાં આ વસ્તુ નાંખીને લગાવો, તરત આવશે ગ્લો