હિન્દુ ધર્મમાં પિતૃઓને ખૂબ જ સન્માન આપવામાં આવે છે.
આ જ કારણે અમાસે લોકો પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ, તર્પમ, દાન વગેરે જેના કાર્ય કરે છે.
જો કે એવું કહેવામાં આવે છે કે મૃત વ્યક્તિને કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઇએ, કારણ કે તેનાથી પિતૃદોષ લાગે છે.
એવું કહેવામાં આવે છે કે વ્યક્તિને પોતાના ઘરેણાથી ખૂબ જ લગાવ હોય છે. આ વાત મૃતક પર પણ લાગુ થાય છે. તેથી વ્યક્તિના મૃત્યુ બાદ તેના ઘરેણાનો ઉપયોગ ન કરો.
એવી માન્યતા છે કે મૃતકની જીવાત્માની ઉર્જા તે વ્યક્તિ સાથે જોડાઇ જાય છે. જે પણ તેના ઘરેણા પહેરે છે.
આભૂષણને તમે નવી રીતે બનાવડાવીને ઉપયોગમાં લઇ શકો છો, પરંતુ તે જ અવસ્થામાં ઘરેણા પહેરવાનું ટાળો.
વ્યક્તિને પોતાના કપડાથી ખૂબ જ લગાવ હોય છે. કોઇના મૃત્યુ બાદ પણ મૃતકની આત્મા સંસારનો મોહ નથી છોડતી.
મૃતકના કપડા પહેરવાનું ટાળવું જોઇએ. તમે ઇચ્છો તો વ્યક્તિના મૃત્યુ બાદ તેના કપડા દાન કરી શકો છો. તેનાથી તેની આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થશે.
શાસ્ત્રો અનુસાર, પરિજનના મૃત્યુ બાદ તેની ઘડિયાળનો ઉપયોગ ન કરો. ઘડિયાળમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા હોય છે.
એવું કહેવામાં આવે છે કે મૃતકની ઘડિયાળનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે અને ઘડિયાળનો ઉપયોગ કરનારને ખરાબ સપના આવે છે.
જો તમારા કોઇપણ પરિજનનું મૃત્યુ થયું છે કે તેની આ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.