મહત્વપૂર્ણ કામ પતાવી લો, ફેબ્રુઆરીમાં બેન્કોમાં છે રજાઓની ભરમાર 

જો તમારે બેન્ક સંબંધિત કોઈ કામ હોય તો તેને તરત જ પૂર્ણ કરો. જો તમે આમ નહીં કરો તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ઘણી બધી બેન્ક રજાઓ છે.

શનિવાર અને રવિવારની રજાઓ સિવાય ફેબ્રુઆરીમાં બસંત પંચમી, છત્રપતિ શિવાજી જયંતિ વગેરેના કારણે બેન્કોમાં ઘણા દિવસો સુધી રજા રહેશે.

ફેબ્રુઆરીના 29 દિવસમાંથી 11 દિવસ બેન્કમાં રજા રહેશે. જોકે, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં માન્ય રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે.

4 ફેબ્રુઆરી રવિવાર હોવાના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે. આ પછી, 10મી ફેબ્રુઆરીએ બીજો શનિવાર છે અને 11મી ફેબ્રુઆરી રવિવાર હોવાને કારણે દેશભરની બેન્કો બંધ રહેશે

11મી ફેબ્રુઆરીએ રવિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે. અગરતલા, ભુવનેશ્વર, કોલકાતામાં 14 ફેબ્રુઆરીએ બસંત પંચમી અથવા સરસ્વતી પૂજાના કારણે બેન્કો બંધ રહેશે

લુઇ-ન્ગાઇ-નીના કારણે 15મી ફેબ્રુઆરીએ ઇમ્ફાલમાં બેન્કોમાં રજા રહેશે. 18મી ફેબ્રુઆરી રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે

મુંબઈમાં 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી જયંતિના કારણે બેન્કો બંધ રહેશે. આઇઝોલ અને ઇટાનગરમાં 20 ફેબ્રુઆરીએ સ્ટેટ ડેના કારણે બેન્કો બંધ રહેશે

24મીએ બીજા શનિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે. 25મીએ રવિવાર તો ન્યોકુમના કારણે 26 ફેબ્રુઆરીએ ઇટાનગરમાં બેન્કોમાં રજા રહેશે

જો તમે બેન્કની ઓનલાઈન સેવાનો ઉપયોગ કરો છો, તો બેન્ક બંધ હોવા છતાં તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

તમે મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગની મદદથી તમારું કામ પૂર્ણ કરી શકો છો.