ગેસ સિલિન્ડર બુક કરવાનું છે તો આ છે ભારે ડિસ્કાઉન્ટવાળો ઓપ્શન

હાલમાં જ સરકારે ગેસ સિલિન્ડરમાં કિંમત 200 રુપિયા ઘટાડીને તહેવારો ટાંકણે જ લોકોને રાહત આપી છે.

ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતોમાં 29 ઓગસ્ટની મધરાતથી જ 200 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

જોકે તમારે હજુ પણ વધારે સસ્તામાં સિલિન્ડર બુક કરાવવું હોય તો આ રહ્યો બીજો જુગાડ..

હકીકતમાં, આજના ડિજિટલ જમાનામાં તમામ કામ ઓનલાઈન જ થઈ જાય છે.

તેવામાં તમે LPG ગેસ સિલિન્ડર પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો અને ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

ઓનલાઈન બુક કરતી વખતે ઘણી પેમેન્ટ્સ એપ લોકોને ડિસ્કાઉન્ટ કૂપનથી લઈને કેશબેક ઓફર કરે છે.

જેનો ઉપયોગ કરીને તમને સિલિન્ડરની પ્રભાવી કિંમત કરતાં ઓછા રુપિયા ચૂકવવા પડશે.

આ ડિસ્કાઉન્ટ અને કેશબેક કેટલું હશે તે એપ પર નિર્ભર કરે છે. તમે પેટીએમ, ફોનપે, વોટ્સએપ પરથી સસ્તામાં બુક કરી શકો છો.

આ ઉપરાંત તમે ક્રેડિટ કાર્ડ પર પણ આવી ઓફરનો લાભ ઉઠાવી શકો છો. 

ઘણીવાર ક્રેડિટ કાર્ડ પર તમને 200-300 રુપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર દેખાી જશે જેનો લાભ લઈ શકો છો.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.