બમ્પર કમાણી કરવા માટે રહો તૈયાર! આ 6 કંપનીઓ લાવી રહી છે IPO
બે મોટી કંપનીઓ સહિત કુલ 6 IPO આ સપ્તાહમાં આવવાના છે. આના દ્વારા 2,500 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે.
DOMS IPO ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ IPO 13-15 ડિસેમ્બર દરમિયાન ખુલશે. તેનું કદ 1200 કરોડ રૂપિયા છે. છે. તેની પ્રાઇસ બેન્ડ 750-790 રૂપિયા છે. આ IPO ગ્રે માર્કેટમાં હાઇ ગ્રેડમાં છે.
ફાઇનાન્સ કંપની ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સનો IPO પણ 13મી ડિસેમ્બરે આવશે. કંપની આ IPO દ્વારા રૂપિયા 1,200 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેની પ્રાઇસ બેન્ડ 469-493 રૂપિયા છે. શેર દીઠ નિશ્ચિત છે.
ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ આઈપીઓ ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ આઈપીઓ જીએમપી પર રૂપિયા 130ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે લિસ્ટિંગના દિવસે સમાન રહે છે તો તેનું લિસ્ટિંગ રૂપિયા 623 થશે.
Presstonic Engineering IPO પ્રેસસ્ટોનિક એન્જિનિયરિંગ IPO ખુલી ગયો છે. આના દ્વારા 23.30 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે.
SJ Logistics IPO SJ Logistics IPO 12 ડિસેમ્બરથી ખુલી ગયો છે. આ દ્વારા કંપની બજારમાંથી કુલ 48 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.
શ્રી OSFM ઇ-મોબિલિટી IPO શ્રી OSFM ઇ-મોબિલિટી IPO ડિસેમ્બર 14 થી 18 ડિસેમ્બર વચ્ચે ખુલશે. કંપની તેના IPO દ્વારા રૂપિયા 24 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
સિયારામ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો IPO સિયારામ રિસાઇક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો IPO પણ 14મીથી 18મી ડિસેમ્બર વચ્ચે ખુલી રહ્યો છે. આ દ્વારા કંપની રૂપિયા 23 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.