થઈ જાઓ તૈયાર! માર્કેટમાં આવી ગઈ છે LUNA Electric
આપને 80-90ના દાયકાના કાઈનેટિક લુના યાદ હશે, ફરી એકવાર લુના ટેક ઓફ કરવા માટે તૈયાર થઈ રહી છે અને આ વખતે તે ઇલેક્ટ્રિક અવતારમાં આવી રહી છે.
કાઇનેટિક ગ્રીન સત્તાવાર રીતે નવી કાઇનેટિક ઇ-લુના સેલ માટે આવી ગઈ છે.
કાઇનેટિક ઇ-લુનાનું સત્તાવાર બુકિંગ પહેલેથી જ શરૂ કરવામાં આવ્યું છે, તે વેબસાઇટ દ્વારા રૂપિયા 500માં પ્રી-બુક કરી શકાય છે.
આ નવા Kinetic E-Lunaનો દેખાવ અને ડિઝાઇન ટ્રેડિશનલ મોડલ જેવો જ છે, પરંતુ કંપનીએ ICE એન્જિનની જગ્યાએ ઇલેક્ટ્રિક મોટર અને બેટરી લગાવી છે.
આ ઇલેક્ટ્રિક મોપેડને રાઉન્ડ શેપની હેલોજન હેડલાઇટથી સજ્જ કરવામાં આવી છે અને તેમાં સ્ક્વેર નિકલ અને હેલોજન ઇન્ડેક્સ છે
કંપની તેમાં 2kW ક્ષમતાનું બેટરી પેક આપી રહી છે, અને તેની ટોપ સ્પીડ 50 કિમી/કલાક હશે.