30 સપ્ટેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીં તો...

PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેવી નાની બચત યોજનામાં રોકાણ કરનારા લોકોએ તેમના આધારને હવે ખાતા સાથે લિંક કરાવવું અનિવાર્ય છે. 

જો તમે પણ આમાંથી કોઈ સ્કીમમાં રૂપિયા લગાવ્યા છે અને હજુ સુધી આધારને તમારા એકાઉન્ટ સાથે લિંક નથી કર્યું તો, જલ્દીથી આ કામ પતાવી લો. 

કારણ કે, તમારી પાસે આ જરૂરી કામ માટે હવે માત્ર 24 દિવસ જ બચ્યા છે.

 આધારને સ્મોલ સેવિંગ ખાતા સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 છે. 

જે લોકો અંતિમ તારીખ સુધી આધારને લિંક નહીં કરે તો તેમના ખાતા બંધ થઈ જશે.

ખાતુ બંધ થવા પર તમે એકાઉન્ટ સાથે સંબંધિત કોઈ પણ કામ નહીં કરી શકો. તમારા ખાતામાં વ્યાજ જમા નહીં થાય.

આધાર નંબર આપ્યા બાદ જ ખાતું ફરીથી ચાલું થશે. 

એસએજી ઈન્ફોટેકના મેનેજિંગ ડિરેક્ટર અનુજ ગુપ્તાનું કહવું છે કે, આ યોજનાઓમાં રોકાણ માટે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.