જામનગરની આ હોસ્પિટલમાં દર્દીઓ માટે બને છે 5000 રોટલી, આટલો સ્ટાફ કાર્યરત

જી.જી હોસ્પિટલમાં ધમધમતું રાહતનું રસોડું દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યુ છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી આ હોસ્પિટલમાં જામનગર, દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાંથી દરરોજ 600થી 700 દર્દીઓ સારવાર માટે આવે છે. 

અહીં રોજ સવાર અને સાંજે 1,200થી વધુ લોકોને પૌષ્ટિક આહારનું નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે.

જી.જી.હોસ્પિટલમાં ટેસ્ટોન સંસ્થા દ્વારા દર્દીઓના ટિફિનની વ્યવસ્થા સંભાળવામાં આવે છે, જેમાં સવારે નાસ્તો ઉપરાંત બપોરે દાળ, ભાત, શાક રોટલી આપવામાં આવે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

વધુમાં સાંજે પણ નાસ્તો તથા રાત્રે પૌષ્ટિક ભોજન દર્દીના ખાટલા સુધી પહોંચતુ કરવામાં આવે છે. 

આ માટે 15 લોકોનો સ્ટાફ સતત ખડેપગે રહે છે. 

દિવસ દરમિયાન દર્દીઓના ભોજન માટેનું લિસ્ટ બનાવી આ લિસ્ટ વાઇઝ ટિફિન તૈયાર થાય છે, જેથી અન્નના બગાડનો પ્રશ્ન ઉકેલાઈ શકે છે.

ખાસ વાત એ છે કે, તબીબના સૂચવ્યા અનુસાર જ અહીં ભોજન આપવામાં આવે છે.

જે દર્દીઓને બીપી, ડાયાબિટીસની સમસ્યા હોય તેવા દર્દીઓને અલગ ભોજન અને જે દર્દીઓ માટે તબીબો ઈંડા સૂચવે તો એ પણ તબીબના સૂચવ્યા અનુસાર દર્દીને પહોંચાડાય છે.

અહીં ઓટોમેટિક રોટી મેકર મશીન મારફતે રોટલી તૈયાર કરવામાં આવે છે,  જેમાં દિવસની લગભગ 5,000થી 6,000 જેટલી રોટલી તૈયાર કરવામાં આવે છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...