આટલી હદ સુધી જ રોકડમાં ખરીદી શકાય સોનું

શું તમે પણ દિવાળી, ધનતેરસ પર કે તમારા બાળકોના લગ્ન માટે સોનું કે સોનાના ઘરેણા ખરીદવાની યોજના બનાવી રહ્યા છો.

જો હાં તો તમારે આવકવેરા વિભાગના નિયમ વિશે પણ ખબર હોવી જરૂરી છે. વાસ્તવમાં, ઘણા લોકો રોકડમાં સોનું ખરીદવા માંગે છે.

જો કે, કેટલાક લોકોના મનમાં તે સવાલ પણ થાય છે કે, આખરે કોઈ વ્યક્તિ રોકડ રકમમાં કેટલું સોનું ખરીદી શકે છે?

MORE  NEWS...

લાંબી રેસના ઘોડા છે Tataના 5 શેર! 300 રૂપિયાથી પણ ઓછી કિંમત

શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે મોટી ખબર, 9 ઓક્ટોબરથી નહીં મળે આ સુવિધા

જનરલ ટિકિટને લઈને રેલવેનો નવો નિયમ! જાણી લેજો નહીં તો

આ ઉપરાંત લોકો સોનામાં રોકાણ પણ કરે છે. તેની પાછળનું મોટું કારણ એ છે કે, આમાં રકમ ડૂબવાનું કોઈ જ જોખમ રહેતુ નથી અને સમયની સાથે સારું વળતર પણ મળે છે.

ઈનકમ ટેક્સ નિયમમાં રોકડમાં સોનું કે સોનાના ઘરેણાં ખરીદવા દરમિયાન ચૂકવવામાં આવેલી રકમને લઈને કોઈ નિયમ નથી. 

જો કે, રોકડમાં સોનું વેચાણ કરતા સમયે ચૂકવણી પ્રાપ્ત કરવાને લઈને નિયમ સ્પષ્ટ છે.

ઈનકમ ટેક્સ કાયદો તે જરૂર કહે છે કે, કોઈ પણ સિંગલ ટ્રાન્ઝેક્શનમાં પ્રાપ્તકર્તાને 2 લાખ રૂપિયા કે તેનીથા વધારેની રોકડનો સ્વીકાર કરવો જોઈએ નહીં. 

એવામાં તમે સોનું ખરીદવા માટે કેટલી પણ રકમ રોકડમાં આપી શકો છો, પરંતુ વેચાણકર્ચા તરફથી 2 લાખ રૂપિયા કે તેનાથી વધારેની રોકડ સ્વીકાર કરી શકાય નહીં.

જો કોઈ પણ જ્વેલર તરફથી બે લાખ રૂપિયાથી વધારેની ચૂકવણી સ્વીકાર કરવામાં આવે છે તો સ્વીકાર કરવામાં આવેલી રકમના પ્રમાણે જ્વેલર પર દંડ લાગી શકે છે.

ઈનકમ ટેક્સ વિભાગ તેના પર કાયદાના ઉલ્લંઘન મામલે લેવામાં આવેલા રૂપિયા જેટલો દંડ લગાવી શકે છે.

આ ઉપરાંત જો તમે કોઈ જ્વેલર પાસેથી 2 લાખથી વધારે મૂલ્યનું સોનું કેશ કે અન્ય માધ્યમથી ખરીદો છો, તો તમારે પાન કાર્ડ કે આધાર કાર્ડ આપવું આવશ્યક હશે.

MORE  NEWS...

આ કંપનીના શેરમાં આવશે 1600 રૂપિયાનો ઉછાળો; ખરીદવામાં પાછા ન પડતા

EPFOનો આદેશ! PF ખાતાધારકોએ જલ્દીથી પતાવી લેવું પડશે આ કામ

એકવારની મહેનતમાં 5 વર્ષ કમાણી કરવી હોય તો આ ખેતી કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.