ગુડ ન્યૂઝ... DAમાં 4% વધારાની જાહેરાત, મોદી સરકારનો મોટો નિર્ણય
કેન્દ્રીય કેબિનેટે મોટો નિર્ણય લેતા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે
કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો અને પેન્શનરોના મોંઘવારી રાહતની જાહેરાત કરી છે.
આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓનો DA હવે 46 ટકાથી વધીને 50 ટકા થઈ જશે
મોંઘવારી ભથ્થામાં વધારો અને મોંઘવારી રાહત 1 જાન્યુઆરી, 2024 થી લાગુ કરવામાં આવશે, જેનો લાભ 48.67 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનરોને મળશે
7મા પગાર પંચ હેઠળ 1 જુલાઈ, 2023થી મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો
સરકારી કર્મચારીઓ ઉપરાંત ગરીબ પરિવારોને પણ ભેટ આપવામાં આવી છે. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયાની સબસિડી માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
મોદી સરકારે આગામી એક વર્ષ માટે ઉજ્જવલા યોજના પર 300 રૂપિયાની સબસિડી વધારી છે.