ભારત માટે Good News... ઓલ ટાઇમ હાઇની નજીક ફોરેક્સ રિઝર્વ!
વિદેશી મુદ્રા ભંડાર સાથે જોડાયેલી ભારતીય અર્થવ્યવસ્થા માટે એક સારા સમાચાર આવ્યા છે.
ગયા અઠવાડિયે દેશનું ફોરેક્સ રિઝર્વ ઝડપી ગતિએ વધ્યું અને 5.73 અબજ ડોલરની વૃદ્ધી નોંધાઈ
આ વધારા સાથે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 622.46 અબજ ડોલર પર પહોંચ્યો છે.
અગાઉ આ આંકડો 616.733 અબજ ડોલર હતો. પરંતુ ગયા અઠવાડિયે ફોરેન કરન્સી એસેટ્સ $5.186 બિલિયન વધીને $551.133 બિલિયન થઈ છે.
ઑક્ટોબર 2021માં દેશનું વિદેશી ભંડાર તેના ઉચ્ચ સ્તરે હતું અને 645 અબજ ડૉલરના લેવલને સ્પર્શ્યું હતું.
વિદેશી મુદ્રા ભંડારની સાથે આ સમયગાળા દરમિયાન ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સોનાના ભંડારમાં $608 મિલિયનનો વધારો થયો છે
તાજેતરના વધારા બાદ દેશનું ગોલ્ડ રિઝર્વ પણ $48.08 બિલિયનના સ્તરે પહોંચી ગયું છે.
ફોરેન કરન્સી એસેટ અને ગોલ્ડ રિઝર્વમાં ઝડપી વધારાને કારણે ફોરેક્સ રિઝર્વ હવે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શવા તરફ આગળ વધી રહ્યું છે.
આ સિવાય SDR ઘટીને 18.18 બિલિયન ડૉલર થઈ ગયો છે, જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)માં જમા રિઝર્વ 4.86 બિલિયન ડૉલર પર સ્થિર છે.