Paytmના શેરધારકો માટે ગુડ ન્યૂઝ, BSE-NSEએ લાગૂ કર્યો નવો નિયમ

પેટીએમને લઈને શેરબજારમાં તોફાન મચાયેલું છે. રિઝર્વ બેંકના એક્શન બાદથી જ પેટીએમનો શેર લોઅર સર્કિટમાં જોવા મળી રહ્યો છે. 

હવે પેટીએમને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. વાસ્તવમાં, પેટીએમના શેરની ડેલી લિમિટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

શેર એક્સચેન્જ બીએસઈએ પેટીએમ શેરની ડેલી લિમિટને ઘટાડીને 10 ટકા કરી દીધી છે, પહેલા તે 20 ટકા હતી.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સતત બે સેશનમાં પેટીએમના શેરમાં 20-20 ટકાનું લોઅર સર્કિટ જોવા મળ્યું છે. જેના કારણે પેટીએમના શેર 760 રૂપિયાના ભાવથી 487 રૂપિયા સુધી જઈ ચૂક્યા છે. 

એવામાં શેર પ્રાઈસમાં બે સેશનની અંદર જ 270 રૂપિયાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદથી હવે બીએસઈ તરફથી શેરની ડેલી લિમિટને 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવી છે.

RBI દ્વારા 31 જાન્યુઆરીએ સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને એક્સટર્નલ ઓડિટર્સના કમ્પ્લાયન્સ વેરિફિકેશન રિપોર્ટ બાદ 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર નિયંત્રણો લાદવામાં આવતા શેરમાં ઘટાડો આવી રહ્યો છે. 

આદેશ અનુસાર, PPBLને બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 35એ હેઠળ 29 ફેબ્રુઆરી બાદ કોઈ પણ ગ્રાહકના ખાતા, વોલેટ કે ફાસ્ટેગ જમા કે ટોપ-અપ સ્વીકાર કરવાથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

જ્યારે રિપોર્ટ પ્રમાણે, પેટીએમની સાથે કોઈ પણ હિસ્સેદારી, વિશેષ રૂપથી ડિજિટલ વોલેટ વ્યવસાયને બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે પહેલા RBIના અપ્રૂવલની આવશ્યકતા હશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.