આ મોટા દેશમાં કામ કરતું બંધ થઈ જશે Google Pay, જાણો ભારત પર કેટલી અસર!
ડિજીટલ યુગમાં ઓનલાઈન પેમેન્ટનું ચલણ ઝડપથી વધ્યું છે અને ખિસ્સામાં રોકડ રાખવાની વાત હવે જૂની થઈ ગઈ છે
ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી કંપનીઓનું લિસ્ટ લાંબુ છે અને તેમાં ટોપના ખેલાડીઓમાં ગૂગલનું ગૂગલ પે સામેલ છે.
ગૂગલ પે સર્વિસ દુનિયાના ઘણા દેશોમાં હાજર છે, પરંતુ એક મોટા સમાચાર આવ્યા છે કે કંપની એક દેશમાં તેની સર્વિસ બંધ કરવા જઈ રહી છે.
ગૂગલ અમેરિકામાં ગૂગલ પે સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે અને તેની માહિતી કંપનીના બ્લોગ પોસ્ટમાં શેર કરવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર, આ પોસ્ટમાં ગૂગલે જાહેરાત કરી છે કે તે 4 જૂન, 2024થી યુએસમાં ગૂગલ પે એપને બંધ કરી રહ્યું છે.
આ તારીખ પછી, અમેરિકામાં તમામ Google Pay એકાઉન્ટ્સ Google Wallet પર ટ્રાન્સફર થઈ જશે.
ગૂગલ દ્વારા આ મોટું પગલું ભરવા પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું છે અને કંપનીએ કહ્યું કે તેનો ઉદ્દેશ્ય પેમેન્ટ ઓપ્શનને આસાન બનાવવાનો છે.
પોસ્ટ અનુસાર, 4 જૂનથી સ્ટેન્ડઅલોન Google Pay એપના યુએસ વર્ઝનનો ઉપયોગ કરી શકાશે નહીં.
જો કે, ભારત અને સિંગાપોરમાં Google Pay એપનો ઉપયોગ કરતા લાખો લોકો માટે ડરવાનું કંઈ નથી, કારણ કે અહીં એપ સંપૂર્ણ રીતે કામ કરવાનું ચાલુ રાખશે