સરકારી ચેતવણી! મોબાઈલમાં આ નંબર ક્યારેય ડાયલ ન કરતા

ટેલિકોમ વિભાગે મોબાઈલ યૂઝર્સને ખોટા ઉદ્દેશથી કરવામાં આવતા ફોન કોલને લઈને ચેતવણી આપી છે.

તેમણે આમ તો કોલથી સતર્ક રહેવા માટે કહ્યું છે, જેમાં ‘સ્ટાર 401 હેશટેગ’ (*401#) ડાયલ કર્યા બાદ કોઈ અજાણ્યા નંબર પર ફોન કરવા માટે કહેવામાં આવ્યું છે.

તેનાથી છેતરપિંડી કરનારા લોકોને સંબંધિત યૂઝર્સના ‘ઈનકમિંગ કોલ’ પ્રાપ્ત કરવાની પરવાનગી મળી જાય છે અને તેનો ઉપયોગ છેતરપિંડી માટે કરી શકાય છે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

જો કોઈ યૂઝર ‘સ્ટાર 401 હેશટેગ’ (*401#) ડાયલ કર્યા બાદ કોઈ અજાણ્યા નંબર પર કોલ કરે છે, તો તેનાથી ઉપયોગકર્તાને મોબાઈલ પર જે પણ ફોન આવશે, તે કોલ કરનારા અજાણવ્યા વ્યક્તિના ફોન પર ‘ફોરવર્ડ’ થઈ જાય છે.

તેનાથી છેતરપિંડી કરનારાને બધા ઈનકમિંગ કોલ પ્રાપ્ત કરવાની પરવાનગી મળી જાય છે અને તેનો ઉપયોગ પછી છેતરપિંડી માટે કરી શકાય છે.

ટેલિકોમ વિભાગે ગડબડીની રીતો વિશે જણાવતા કહ્યું કે, એક છેતરપિંડી કરનાર ટેલિકોમ ગ્રાહકને કૉલ કરશે અને પોતાને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કે કસ્ટમર સર્વિસ પ્રોવાઈડર કે ટેકનિકલ સર્વિસ કર્મચારી બતાવશે.

ત્યારબાદ છેતરપિંડી કરનારો વ્યક્તિ કહે છે કે, તેમને સિમ કાર્ડમાં કોઈ સમસ્યા છે કે નેટવર્ક કે સેવા સંબંધિત કોઈ મુશ્કેલી છે.

પછી ગ્રાહકની સમસ્યાને ઠીક કરવા માટે એક વિશિષ્ટ કોલ ડાયલ કરવા માટે કહેવામાં આવે છે. કોડ સામાન્ય રીતે સ્ટાર 401 હેશટેગ’થી શરૂ થાય છે અને ત્યારબાદ એક મોબાઈલ નંબર આવે છે.

એકવાર આવું થવા પર, સંબંધિત મોબાઈલ નંબર પરથી ‘ફોરવર્ડિંગ’ શરૂ થઈ જાય છે. ટેલિકોમ વિભાગે કહ્યું કે, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ ક્યારેય તેમના ગ્રાહકોને ‘સ્ટાર 401 હેશટેગ’ ડાયલ કરવાનું કહેતા નથી.

નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ કોલ ફોરવર્ડિંગમાટે તેમના મોબાઈલ ફોનની સેટિંગ્સમાં તપાસ કરો અને જો ‘સ્ટાર 401 હેશટેગ’ (*401#) ડાયલ કરીને કોલ ‘ફોરવર્ડિંગ’ની સુવિધા આપવામાં આવી છે, તો તેને તરત જ બંધ કરી દો.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.