PF ખાતામાં સરકારે કર્યો વ્યાજ વધારો

(EPFO)એ નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ ખાતા માટે 8.15 ટકા વ્યાજ દરની જાહેરાત કરી છે.

ઈપીએફ ખાતા પર વ્યાજ દરની જાહેરાત 24 જુલાઈ, 2023ના રોજ એક સર્ક્યુલરના માઘ્યમથી કરવામાં આવી છે.

ઓગસ્ટ સુધી ઈપીએફઓ સભ્યોના ખાતામાં વ્યાજના રૂપિયા આવવા લાગશે.

ઈપીએફ ખાતામાં વ્યાજની રકમ આવવામાં આ વખતે ગત વર્ષની જેમ વિલંબ નહીં થાય. 

સાત કરોડ ઈપીએફ સભ્યોને તેનો લાભ મળશે.

બોર્ડે આ વર્ષે માર્ચમાં વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 

કર્મચારી ઈપીએફઓની સત્તાવાર વેબસાઈટ પર જઈને વ્યાજની જાણકારી મેળવી શકશે. તેના માટે ઈ-પાસબુક પર ક્લિક કરવું પડશે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.