મફતમાં મળશે અનેક સુવિધા

ગાંધીનગરમાં સરકાર દ્વારા 8 મોબાઈલ હેલ્થ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. 

જેમાં 7 ધન્વંતરી આરોગ્ય રથ તેમજ 1 શ્રમયોગી આરોગ્ય સંજીવની રથ કાર્યરત છે. 

શ્રમિકો જે સ્થળે કામ કરે છે આ આરોગ્ય રથ ત્યાં જઈને તેમનું નિદાન કરે છે.

આ ઉપરાંત, આ રથ શ્રમિક વસાહતો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પણ સેવા આપે છે. 

ધન્વંતરિ રથમાં કુલ 5 વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત હોય છે.

જેમાં ડોક્ટર, લેબ ટેક્નિશિયન, પેરા મેડિક, લેબર કાઉન્સિલર તથા રથ પાયલટ સેવા આપે છે.

એક રીતે કહી શકીએ કે, આ એક ચાલતું-ફરતું દવાખાનું છે.

જેમાં સારવાર માટે આવેલ શ્રમિકોને રિપોર્ટસ, દવાઓ ઉપરાંત અન્ય સુવિધાઓ મળી રહે છે. 

આ ઉપરાંત, આ આરોગ્ય રથ દ્વારા ઇ–શ્રમ કાર્ડ, ઇ- નિર્માણ કાર્ડ જેવા અન્ય સરકારી કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે.

લેબોરેટરી સુવિધા સાથે સજ્જ એવા આ રથમાં હિમોગ્લોબિન, બ્લડ સુગર તથા પ્રેગનેન્સી ટેસ્ટની સુવિધા તેમજ મેલેરિયાની સારવાર પણ મફતમાં પુરી પાડવામાં આવે છે. 

આ સિવાય પ્રાથમિક તબીબી સેવાઓ જેવી કે, સામાન્ય રોગો, ઈજાઓ, ચામડીના રોગો, ઊલટી, તાવ, ઝાડા, સગર્ભા માતાઓની પ્રાથમિક તપાસ, બાળકોની સારવાર વગેરે સેવાઓ પણ નિર્ધારિત કરવામાં આવેલા રૂટ પ્લાન અનુસાર પુરી પાડવામાં આવે છે.

હાલ જિલ્લામાં કન્જેક્ટિવાઇટિસના કેસોમાં ઘણો વધારો થઈ રહ્યો છે. 

રથ દ્વારા જૂનમાં કન્જેક્ટિવાઇટિસના 355 દર્દીઓને અને જુલાઈમાં 1918 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો