દાદાએ ખરીદેલા 500 શેરના પેપર પૌત્રને 30 વર્ષ પછી મળ્યા, જાાણો પછી શું થયું?

ઘણી વાર આપણે શેરબજાર સાથે જોડાયેલી ઘણી વાતો સાંભળીએ છીએ કે અમુક શેરોએ રોકાણકારોને લાખોપતિ કે કરોડપતિ બનાવી દીધા છે.

આવી જ એક સ્ટોરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના શેર સાથે જોડાયેલી છે.

વાસ્તવમાં, ચંદીગઢના ડૉક્ટર તન્મય મોતીવાલાએ પોતાના ઘરમાં કેટલાક દસ્તાવેજો ગોઠવતા તેમને એક દસ્તાવેજ મળ્યો જેની કિંમત લાખો રૂપિયા હતી.

આ SBIનું એક શેર સર્ટિફિકેટ હતું, જે તેના દાદાએ 30 વર્ષ પહેલા ખરીદ્યું હતું અને આજે તેની કિંમત લાખોમાં છે

તન્મય મોતીવાલાએ જણાવ્યું કે તેમના દાદાએ વર્ષ 1994માં SBIના 500 રૂપિયાના શેર ખરીદ્યા હતા અને તેમના દાદાએ આ શેર ક્યારેય વેચ્યા ન હતા.

SBIના શેરોએ 30 વર્ષના સમયગાળા દરમિયાન મલ્ટિબેગર રિટર્ન આપ્યું હતું. હવે તન્મય મોતીવાલાના શેરની કિંમત 3.75 લાખ રૂપિયા છે.

ડૉ.મોતીવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે રોકાણની રકમ બહુ મોટી નથી, પરંતુ હા, તેને 30 વર્ષમાં 750 ગણું વળતર મળ્યું છે.

તેમણે કહ્યું કે આ મારા માટે ખરેખર મોટી રકમ છે. ડો. મોતીવાલાએ તેમના પરિવારના સ્ટોક સર્ટિફિકેટને ડીમેટ ફોર્મેટમાં રૂપાંતરિત કર્યા છે.

તેમણે કહ્યું કે આ માટે સલાહકારની મદદની જરૂર હતી. લાંબી પ્રક્રિયા બાદ આ શેર હવે ડીમેટ ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગયા છે.

ડો. મોતીવાલાએ કહ્યું કે અત્યારે તેઓ આ શેર ધરાવે છે. તમને જણાવી દઈએ કે SBIના શેર 767.35 રૂપિયા પર છે.