હૃદય રોગના દર્દીઓએ લીલા વટાણા ખાવા જોઈએ. વટાણાથી હાર્ટની તકલીફો દૂર થઈ જાય છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
વટાણામાં એવા ગુણ રહેલા છે જે કોલેસ્ટ્રોલના સ્તરને વધવા નથી દેતા. લીલા વટાણા ખાવાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
વટાણામાં લોહ, ઝિંક, મેગનીજ, કોપર જેવા તત્વ પણ હોય છે. આ તત્વો શરીરને પાચન સહિતની બીમારીથી બચાવે છે.
શક્ય હોય તો સવારના નાસ્તામાં લીલા વટાણા ખાવા જોઈએ તેનાથી શરીર દિવસભર સ્ફૂર્તિમાં રહે છે.
આમાં ફાયબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને કેલેરી ઓછી. આ ઉપરાંત તેનું સેવન કરવાથી શરીરમાં ઝડપથી ફેટ બર્ન થવાની પ્રોસેસ થાય છે.
વટાણામાં વિટામીન સી હોય છે જે વાળને ખરતા અટકાવે છે.
તેમાં વિટામીન બી6 અને ફોલિક એસિડ હોય છે જે લાલ રક્ત કોશિકાને વધારવામાં મદદ કરે છે.
વટાણામાં વિટામીન કે ભરપૂર હોય છે. આ વિટામીન હાડકા માટે જરૂરી હોય છે.
આ ઉપરાંત વટાણા ખાવાથી હાડકામાં થતા ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટી જાય છે.
પેશાબ, પથરી અને ડાયાબિટીસની બીમારી માટેનો રામબાણ ઈલાજ
તમે જે કેળા ખાવ છો તે પાવડરથી તો પકવેલા નથી ને? આ રીતે કરો ચેક