શું લીલા બટાકા ઝેરી હોય છે? જાણો હકીકત

સોશિયલ મીડિયા પર એક સમાચાર ફેલાઈ રહ્યા છે કે, લીલા બટેટા ઝેરી હોય છે.

આ વાસ્તવિકતા અમેરિકન વૈજ્ઞાનિકો મેરી મેકમિલન અને જેસી થોમ્પસને જણાવી છે.

રિસર્ચ બાદ તેમણે કહ્યું કે, બટેટા લીલા હોવાના કારણે તે જીવલેણ ન હોય શકે.

પ્રકાશમાં રાખવામાં આવેલા બટાટા હરિતદ્રવ્ય ઉત્પન્ન કરે છે જેનાથી તેમનો રંગ લીલો થઇ જાય છે

પરંતુ લીલો રંગ સોલેનાઈન નામના ઝેરી પદાર્થને કારણે પણ હોઈ શકે છે.

તે રીંગણ, ટામેટા અને કેટલીક બેરીના છોડમાં પણ જોવા મળે છે.

જો બટેટા સખત હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો તે સડવા લાગે તો તે સોલેનાઈન ઉત્પન્ન કરે છે.

જો લીલા બટેટા સંકોચાઈ ગયા હોય અથવા અંકુરિત થઈ ગયા હોય તો તેને બિલકુલ ન ખાઓ.

આવા બટાટા ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે અને દુર્લભ કિસ્સાઓમાં મૃત્યુ પણ શક્ય બને છે.

MORE  NEWS...

યુરિક એસિડ ખેંચીને બહાર કાઢશે આ ગરમાગરમ ચા

મેદસ્વિતાથી પરેશાન છો પણ ડાયટિંગ નથી કરી શકતા? આ સુપર ફળ છે સમસ્યાનું સમાધાન

શિયાળામાં લીંબુ પાણી પીવાથી ફાયદો થશે કે નુકસાન? હકીકત જાણીને નવાઇ લાગશે