ટેરેસ પર કરો શાકભાજી અને ફળોની ખેતી, મળશે બંપર ઉત્પાદન

ગુજરાતમાં ધીમે ધીમે ટેરેસ ગાર્ડનનું ચલણ વધી રહ્યું છે. 

શહેરમાં વસતા લોકો પોતાના ઘરની છત અને બાલ્કનીમાં જુદા-જુદા ફૂલો ઉગાડતા હોય છે અને તેની સાથે જ લીલા શાકભાજી પણ ઉગાડી રહ્યા છે.

લોકો પોતાના ઘરની અગાસી પર જુદા-જુદા લીલા શાકભાજી જેવા કે, રીંગણ, ટામેટા, દુધી, ભીંડા, લીલા મરચાં, કેપ્સિકમ વગેરેની ખેતી કરે છે. 

હાલમાં ટામેટાની સાથે ઘણા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો ટેરેસ ગાર્ડનમાંથી જ રોજિંદી જરૂરિયાતના લીલા શાકભાજી ઉગાડી શકે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ટેરેસ પર કેરી, કેળા, પપૈયા, જામફળ અને લીંબુની ખેતી શરૂ કરતા પહેલાં, ભૂલથી પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશો નહીં.

તેની ખેતી માટે હંમેશા ગાયનું છાણ અને વર્મી કમ્પોસ્ટ ભેળવીને જમીનમાં નાખો, જેના કારણે છોડ ઝડપથી વધે છે અને ફળ પણ જલદી આવવા લાગે છે.

અગાસી પર કાયમી ધોરણે ખેતી કરવા માટે થાંભલાની મદદથી 2 ફૂટ ઊંચા RCCના ક્યારા બનાવો. 

પછી આ ક્યારામાં માટી નાખો અને તેમાં ગાયનું છાણ મિક્ષ કરી દો, ત્યારબાદ તમે આ ક્યારામાં કોઈપણ શાકભાજી કે ફળોની ખેતી સરળતાથી કરી શકો છો.

આ સિવાય તમે શાકભાજીની છાલનો પણ ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો, તે કાર્બનિક ખાતર તરીકે પણ કામ કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા