સિંહ જેવી ગર્જના કરતો રમપમ ધોધ

ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ ધાણીખૂંટ ગામમાં રમપમ ધોધ આવેલો છે. 

ઊંચા પથ્થરની શિલાઓમાંથી ખળખળ વહેતો આ ધોધ અત્યંત રમણીય છે.

જ્યારે પાણી વિશાળ ઊંચાઈવાળા પથ્થરોમાંથી નીચે પડે છે.

ત્યારે ધોધનો અવાજ 10 કિલોમીટની ત્રિજ્યાવાળા ગામોમાં સાંભળવા મળે છે. 

લોકો સ્નાન કરવા તેમજ કુદરતી દ્રશ્યોની મજા માણવા આ ધોધ ખાતે ઉમટી પડતા હોય છે.

ધાણીખૂંટ ગામ પાસે આવેલ ધોરીયા ધોધ ખાતે રવિવારની રજામાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ સમય ગાળે છે.

સહેલાણીઓ સુરત, વડોદરા, અમદાવાદ સહિત મહારાષ્ટ્રથી પણ કુદરતી સૌંદર્યની અનુભૂતિ કરવા આવતા હોય છે.

ચોમાસાની સિઝન શરૂ થતાં જ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

આ જગ્યાએ મોટી સંખ્યામાં પર્યટકો મુલાકાત લેતા હોય છે. 

રમણીય સ્થળનો આનંદ મેળવવા આવતા લોકો માટે અહીં ખાણીપીણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ધોધની આજુબાજુ સ્થાનિકો દ્વારા ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. 

મનભરી ધોધના દર્શન કર્યા બાદ પેટભરી લોકો નાસ્તાની મજા માણતા હોય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો