એક વાર આ ફૂલવડી ચાખશો, તો વારંવાર માંગશો!

ભાવનગર હાઈવે પર રંઘોળા ગામ આવેલું છે.

જ્યાં હરોળભર ફૂલવડીઓની દુકાનો આવેલી છે.

જૂના સમયમાં જ્યારે શુકનવંતા પ્રસંગમાં પીરસાતા જમણવારમાં ફરસાણના વિકલ્પો મર્યાદિત હતા ત્યારે ફૂલવડીનો દબદબો હતો.

વર્તમાન સમયમાં ફરસાણ તરીકે ભોજન સાથે અથવા ચા સાથે નાસ્તા તરીકે ફુલવડીનો પીરસવામાં આવે છે.

વળી પ્રવાસ–મુસાફરી વેળા સાથે લઇ જવાના સૂકા નાસ્તા તરીકે ફુલવડીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

જૈન સમુદાયમાં ફુલવડીનો ખાસ સ્થાન છે.

પર્યુષણ અને ચોમાસામાં જ્યારે લીલા શાકભાજી આરોગવાના વર્જય હોય ત્યારે કડક ફુલવડી લગભગ દરેક જૈનના ઘરમાં હોય જ.

ફૂલવડી એ ચણાના લોટની એક જાતની વડી જે તેલમાં તળીને બનતી ચણાના લોટનું મસાલાદાર ભજિયું છે.

સામાન્ય રીતે ભજિયાં કોઈ શાક આદિ વસ્તુ પર ખીરું લપેટીને તળીને બનાવવામાં આવતી વાનગી છે.

પણ જ્યારે કોઈ શાકભાજી ઉમેર્યા સિવાય માત્ર લોટમાં મરચું, જીરું, ખાંડ, આખા કે ખાંડેલા ધાણા, વરીયાળી કે મરી મસાલા ઉમેરી 

ઝારા વડે અંગૂઠા જેટલી લાંબી જાડી સેવ જેવા આકારમાં ભજીયા પાડવામાં આવે છે ત્યારે તેને ફૂલવડી તરીકે ઓળખાય છે.

આમ તો ગુજરાતમાં અનેક પ્રકારની ફુલવડી મળે છે. દરેક પ્રાંતની પોતાની વિશેષતા હોય છે.

પરંતુ ગુજરાત રાજ્યના ભાવનગરના ઉમરાળાના રંઘોળા ગામની મહિમા કઈક અનોખી છે. 

સ્વાદરસિયા માટે તો આ ગામની પ્રસિધ્ધિ જ ફુલવડીથી જોડાયેલી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો