બનાસકાંઠાના આ ગામમાંથી લોકો કેમ કરી રહ્યા છે હિજરત? 

બનાસકાંઠા થરાદ પંથક સરહદી વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. 

પંથકના ગામોની મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી છે. 

તાજેતરમાં આવેલા બિપોરજોય વાવાઝોડાના કારણે સરહદી પંથકના ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. 

ઘણા ગામના ખેતરોમાં અને ઘરોમાં વરસાદના પાણીનો જળભરાવ થઈ ગયો હતો.

આજે બિપોરજોયને ગુજરાતમાંથી પસાર થયાના 3 અઠવાડિયાથી વધુનો સમય થઈ ગયો છે.

પરંતુ, આ ગામોમાં જળભરાવ યથાવત છે. 

થરાદ પંથકના ખાનપુરા, નાગલા અને ડોડગામમાં હજી પણ વરસાદના પાણી ભરાયેલા છે.

પશુપાલકો અને ખેડૂતો જળભરાવને કારણે રોજીની બાબતે ચિંતાતુર બન્યા છે.

ખાનપુરા, નાગલા અને ડોડગામમાં 2015થી જળભરાવની સમસ્યા સામે આવી રહી છે.

આ ગામમાં ચોમાસા દરમિયાન 4થી 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જ ગામ બેટમાં ફેરવાઈ જાય છે. 

વધુ પડતા વરસાદને લીધે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

આ પરિસ્થિતિથી મજબૂર ગામના લોકોએ આગામી સમયમાં હિજરત કરવાનું નક્કી કર્યું છે.

ગામવાસીઓ 2015થી આ સમસ્યાના કાયમી સમાધાન અંગેની માંગ કરી રહ્યા છે. 

તાજેતરમાં પણ તંત્રને જળભરાવના નિકાલ માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી.

પણ તંત્ર દ્વારા કાયમી નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી.

ગામવાસીઓના મુજબ, આ પણ એક હિજરતનું કારણ છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો