સાપુતારાને ટક્કર મારે એવી જગ્યા, કુદરતે છૂટા હાથે બક્ષી છે સુંદરતા
ગુજરાતનો વલસાડ જિલ્લો એ પ્રકૃતિની ખૂબ નજીક રહેલો છે.
વલસાડ શહેરની આસપાસના ગામડાઓમાં પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસાની ઋતુ દરમિયાન ખૂબ ખીલી ઉઠે છે.
ચોમાસામાં અંતરિયાળ વિસ્તારમાં અનેક પ્રકારના ધોધ અને જંગલ વિસ્તારોમાં વાતાવરણ રમણીય થઈ જાય છે.
ધરમપુરથી 15 કિલોમીટર દૂર બીલપુડીમાં માવલી માતા ધોધ જેને જોડીયા ધોધ પણ કહેવામાં આવે છે.
આ ધોધ માવલી માતાના મંદિર પાસે આવેલો છે તેથી તેને માવલી માતા ધોધ પણ કહેવામાં આવે છે.
ધોધમાર વરસાદ હોય ત્યારે તો ધોધમાં પાણીનો પ્રવાહ ખૂબ વધી જાય છે અને તે વધુ રમણીય દેખાવા લાગે છે.
બીલપુડી ગામમાં પ્રવેશ કરતાની સાથે જ આજુબાજુ રમણીય પ્રાકૃતિક સૌંદર્ય તમને જોવા મળશે.
રસ્તો ખૂબ વળાંક વાળો છે. મોટાભાગે આજુબાજુના વિસ્તારમાં આદિવાસી લોકો રહેવાસી છે.
અહીં ઉપરવાસમાં વરસાદ વધુ હોવાને કારણે વાતાવરણ ગમે ત્યારે ફેરવાઈ જાય છે.
આ ધોધ પર જવા માટે ઓછામાં ઓછું બે કિલોમીટર અને વધુમાં વધુ ત્રણ કિલોમીટર જેટલું ટ્રેકિંગ કરીને જવું પડે છે.
ત્યાં જતા સાથે જ મન થશે કે આ રમણીય વાતાવરણ હું કેમેરામાં કેદ કરી લઉં.
કુદરતી સૌંદર્ય ધરાવતી અદભૂત જગ્યાને કુદરતે છૂટા હાથે સુંદરતા બક્ષી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...