ગુજરાતની કંપનીનો આ ટચૂકડો શેર નબળા માર્કેટમાં પણ રોકેટ બન્યો

વિન્ડ ટર્બાઇન નિર્માતા સુઝલોનના શેર આજે નબળા બજારના સેન્ટિમેન્ટમાં પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે.

તેના શેરમાં આ તેજીનું વલણ MSCIના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં સુઝલોન માટે સકારાત્મક ફેરફારોની શક્યતા પર છે.

MSCI દર છ મહિને યોજાતી ઇન્ડેક્સ સમીક્ષાના પરિણામો 14 નવેમ્બરે જાહેર કર્યા હતાં. જેમાં સુઝલોનને આ ઈન્ડેક્સમાં ઉમેરવામાં આવ્યો હતો.

MORE  NEWS...

300 ફરારી, 500 રોલ્સ રોયસ, 450 મર્સિડીઝ અને 1700 રુમવાળો સોને મઢેલા મહેલ અને પ્લેનના માલિક

મોદી સરકારની આ સ્કિમે ખોલી દીધા ખુશીઓના દરવાજા

Royal Enfiledના નવા મોડેલ પરથી ઉઠ્યો પડદો, 350ccનું એન્જીન, જોતાં જ દીવાના બન્યા લોકો

આ કારણે પાછલા પાંચ દિવસમાં આ શેરમાં 11.29 ટકાનો ઉછાળો આવ્યો છે અને શેર 37.65ના સ્તરેથી 41.90ના સ્તરે પહોંચ્યો છે.

સુઝલોન MSCIના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં સામેલ થતાં તેમાં જંગી રોકાણ આવશે.

આ સિવાય સુઝલોનના શેર માટે વધુ એક પોઝિટિવ બાબત છે.

આ સ્ટોક જાન્યુઆરી 2024માં એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ની મિડકેપ કેટેગરીમાં જોડાઈ શકે છે.

AMFI જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જાહેરાત કરી શકે છે અને ફેરફારો ફેબ્રુઆરીથી જુલાઈ 2024 સુધી લાગુ થશે

સુઝલોનના શેર આ વર્ષે મલ્ટીબેગર સાબિત થયા છે. તે 28 માર્ચ, 2023ના રોજ રૂ. 6.96ના એક વર્ષની નીચી સપાટીએ હતો.

MORE  NEWS...

9 સરકારી સ્મોલ સેવિંગ્સ સ્કીમ માટે આવ્યું મોટું અપડેટ; નિયમોમાં ફેરફાર,

100 કરોડનો મુગટ, સોનું જડેલી 52 નાવ અને 3.3 લાખ કરોડની પ્રોપર્ટી છતાં શાહી મહેલનમાં નથી રહેતાં અહીંના 'રાજા રામ'

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.