ગુજરાતનું એવું મંદિર જ્યાં 11 કિલોનો પથ્થર પાણીમાં તરે છે
ગુજરાતના રાજકોટથી 13 કિલોમીટર દૂર રતનપર ગામમાં ભગવાન શ્રી રામનું મંદિર આવેલું છે.
આ મંદિર વિશ્વનું સૌથી મોટું ધનુષ્ય આકારનું મંદિર માનવામાં આવે છે.
આ મંદિરની ખાસિયત એ છે કે, આ મંદિરમાં રામસેતુ સમયનો પથ્થર અહિંયા પાણીમાં તરે છે.
જેને જોવા લોકો દેશ-વિદેશથી આવે છે. આ સાથે જ લોકો આ મંદિરમાં દૂર દૂરથી પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે.
ભગવાન શ્રીરામનો પરચો માનીને લોકો ધન્યતા અનુભવે છે. આ આખું મંદિર ધનુષ આકારનું છે.
આ મંદિરમાં વચ્ચે એક પણ પિલર કે બિમ્બ નથી. આ મંદિરની બાજુમાં રામ ચરિતનું સૌથી જુનું મંદિર છે.
જ્યાં આજે પણ રામાયણ કાળનો પથ્થર પાણીમાં તરે છે.
આ પથ્થરના દર્શન કરવા માટે લોકો દુર દુરથી આવે છે.
આ મંદિરમાં આખી રામાયણ બતાવતી ઝાંખી રજૂ કરવામાં આવી છે.
રામાયણ સમયના દરેક પ્રસંગને અહિંયા રજૂ કરવામાં આવ્યો છે. જે લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ મંદિરમાં જે પથ્થર તરી રહ્યો છે, તેનું વજન 11 કિલોગ્રામ છે.
40 વર્ષ પહેલાં એક સંત આવ્યા હતા. જે આ પથ્થર અહીંયા મૂકી ગયા હતા.
ત્યારે તેમને કહ્યું હતું કે, આ પથ્થર પ્રસાદીના રૂપમાં આપી જાવ છું. જે પણ ભક્ત તેના દર્શન કરશે તેની મનોકામના પૂર્ણ થશે.
40 વર્ષથી આ પત્થર અહીં તરી રહ્યો છે. આ પથ્થર પર રામ પણ લખેલું છે.
અહીંયા લોકો એવુ માને છે કે, દૂરથી સિક્કો આ પથ્થર પર ફેંકવામાં આવે અને તે પથ્થર પર રહી જાય તો તેની મનો કામના પૂર્ણ થાય છે.
જેથી દેશ-વિદેશથી પણ ભક્તો આ પથ્થરના દર્શન કરવા માટે આવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...