બદલાતી જતી લાઈફ સ્ટાઈલના કારણે અત્યારે હાર્ટ એટેક, કેન્સર, ડાયાબિટીસ અને થાઈરોઈડના કેસ વધી રહ્યાં છે.
જેની પાછળનું સૌથી મોટુ કારણ આપણો ખોરાક છે.
રાજકોટના લોધિકાના મુક્તાબેન લોકોને પ્રાકૃતિક ખેતી કરતા શીખવી રહ્યાં છે.
જેથી અત્યારે જે પ્રકારના રોગો વધી રહ્યાં છે, તેને આગળ વધતા રોકી શકાઈ છે.
કારણ કે પાકને મોટો કરવા માટે ઘણા પ્રકારના કેમિકલ, જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે.
જે પાક આપણા ઘર સુધી આવે છે અનેતે આપણને અનેક રોગોનો શિકાર બનાવે છે.
ત્યારે પ્રાકૃતિક ખેતી કરીને આપણે અનેક રોગોને આગળ વધતા અટકાવી શકીએ છીએ.
લોધિકાના મુક્તાબેન રૈયાણીને ખેતીમાં નવું નવું શીખવાનો અને અમલ કરવાનો શોખ અને ધગશ છે.
વર્ષ 2014માં ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા અપાતી કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમની માહિતી મળતાં તેઓ રાજકોટ પહોંચી ગયા અને ચાર દિવસની તાલીમ લીધી હતી.
જે બાદ તેમણે અનેક તાલીમ અને વર્કશોપમાં ભાગ લીધો હતો.
આ બાદ, તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને છેલ્લા 6 વર્ષ કરતાં વધુ સમયથી 14 વિઘામાં, ઝીરો બજેટવાળી સંપૂર્ણ પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે.
મુક્તાબેન રૈયાણી પોતે બીજા ખેડૂતોને પ્રાકૃતિક, ગાય આધારિત ઝીરો બજેટ ખેતીની તાલીમ આપે છે.
પ્રાકૃતિક ખેતી શરૂ કરવા અંગે મુક્તાબેને કહ્યું કે, તેમને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પહેલા તેમને એક વિઘામાં ખેતી શરૂ કરી હતી.
જેમાં તેને સારૂ વળતર મળતા તેમને કુલ 14 વિઘામાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી.
લિંબોળીનો ક્રશ છાંટવાથી જીતજંતુઓ થતા નથી. જમીનની ફળદ્રુપતા પણ સારી રહે છે.
ગાયના છાણ તેમજ વર્મીકમ્પોસ્ટથી બનેલા ખાતરથી ઉત્પાદન સારૂ થાય છે.
પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતી થકી મુક્તાબેન વર્ષે ચારથી પાંચ લાખ રૂપિયાની કમાણી કરે છે.