શાળામાં ભણતી નાના બાળાઓએ જવાનોને મોકલી રાખડી

30મી ઓગસ્ટના રોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનું આગમન થવાનું છે.

જિલ્લા સહિત આખા ભારતમાં આ તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.

આ દિવસે બહેનો પોતાના લાડકવાયા ભાઈના હાથમાં સરસ મજાની રાખડી બનાવીને અથવા તો બજારમાંથી ખરીદીને બાંધે છે. 

દુ:ખની વાત છે કે, રાખડી બાંધવાનું કે રાખડી બંધાવવાનું સુખ દરેક ભાઈ-બહેનને પ્રાપ્ત થતું નથી.

દેશની સરહદની રક્ષા કરી રહેલાં આપણા દેશના જવાનો માતૃભૂમિની સેવા માટે દિવસ-રાત ખડેપગે તૈનાત હોય છે. 

આ વીર જવાનો પણ આ તહેવારની ઉજવણી કરી શકતા નથી. 

આવા વીર જવાનો માટે સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા છેલ્લા 16 વર્ષથી એક અભિયાન ચલાવવામાં આવે છે.

આ અભિયાન હેઠળ જવાનોને રાખડી મોકલવામાં આવે છે અને પત્ર લખવામાં આવે છે.

આ અભિયાનનું નામ 'એક રાખી ફોજીકે નામ' રાખવામાં આવ્યું છે.

નવસારીમાં આવેલી 125 વર્ષ જૂની સયાજી વૈભવ લાઇબ્રેરી અનેક સામાજિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિ કરે છે. 

હાલ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આપણા વીર જવાનોનું મહત્વ સમજાય તેમજ દેશનું મહત્વ સમજાય તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

નવસારી શહેરમાં આવેલી શાળાઓમાંથી 3 હજારથી વધુ બહેનોએ પોતાના ભાઈ સમાન એવા વીર સૈનિકો માટે 3000 જેટલા પત્રો લખ્યા અને સરહદમાં ટપાલ મારફતે રાખડી મોકલી છે.

નાની બાળાઓએ પોતાના હાથે લખેલાં પત્રમાં વીર સૈનિકો માટે પ્રાર્થના કરી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો