ગુજરાતમાં ફક્ત સામાજીક પ્રસંગની શોભા બની સાડી! 

સમગ્ર વિશ્વમાં સુરતની સાડીએ ખૂબ જાણીતી છે.

સમગ્ર દેશમાં સાડીમાં સૌથી વધુ વેરાઈટીએ સુરતમાં મળી રહે છે.

પરંતુ બદલાતી જતી ફેશન હવે સુરતના સાડી ઉદ્યોગને અસર કરી રહી છે.

સુરતના સાડી ઉદ્યોગને વેગ ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ ભારતના રાજ્યો આપી રહ્યા છે.

આજથી 15 વર્ષ પહેલા ગુજરાતના શહેરોમાં પણ મહિલાઓ સાડી પહેરતી હતી.

દેશમાં એવું એક પણ રાજ્ય ન હોય જ્યાં સુરતથી સાડી એક્સપોર્ટ થતી ન હતી. 

પરંતુ હવે બદલતા જમાનાની સાથે પહેરવેશ પણ બદલાઈ રહ્યો છે.

હવે મહિલા સામાન્ય દિવસોમાં પૂરતી ડ્રેસ જેવા કપડાં પહેરે છે.

તો સાડી માત્ર સામાજિક પ્રસંગોમાં જ પહેરવામાં આવે છે.

હવે યંગ જનરેશન સામાજિક પ્રસંગોમાં પણ એથલીકવેર, લગ્નસરામાં ઉપયોગમાં આવતા લહેંગા ચોલી, ચણિયાચોળી, અનારકલી સહિતના ગારમેન્ટ પસંદ કરે છે. 

જેને લઈને મોટા શહેરોમાં સાડીની ડિમાન્ડ ઘટી રહી છે.

આ મોટા શહેરોમાં સામાજિક પ્રસંગમાં જ સાડી પહેરવાની હોવાથી લોકો મોંઘી અને ડિઝાઇનર સાડી જ ખરીદે છે.

સામાન્ય દિવસોમાં પહેલાથી સાદી સાડી મોટા શહેરમાં કોઈ ખરીદતું નથી. 

પરંતુ ગુજરાત સિવાયના અનેક રાજ્યોમાં આજે પણ સાડી પહેરવાનું ચલણ ઘટ્યું નથી. જેને લઈને સુરતના સાડી ઉદ્યોગ ગતિમાં રહે છે.

સુરતના સાડીના વેપારી બ્રિજમોહન અગ્રવાલના જણાવ્યા મુજબ સુરતના દરેક સારી ઉદ્યોગને જોઈએ એટલો વેગ મળતો નથી. 

સમગ્ર સાડી ઉદ્યોગમાં બદલાતી જતી ફેશનને લઈને છેલ્લા પાંચ વર્ષમાં સાડીનો 25 ટકા જેટલો ઉદ્યોગ ઓછો થયો છે.  

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો