વરસાદની આગાહી

7 દિવસની હવામાન વિભાગની આગાહી

7 દિવસની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા 7 દિવસનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

31મી જુલાઈએ રાજ્યના દક્ષિણ ભાગમાં સુરત, ડાંગ, નવસારી અને તાપી એમ ચાર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે.

1 ઓગસ્ટથી વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની સંભાવના નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

1થી 3 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. 

4થી 6 તારીખ દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો