Gujarat

Weather Forecast

ગુજરાતનું હવામાન

ગુજરાતના હવામાનની આગાહી

હવામાન વિભાગની વેબસાઈટ મુજબ ગુજરાતમાં 5 દિવસની આગાહી કરવામાં આવી છે, જેમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 

27મી જુલાઈનું હવામાન

આ તારીખે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

27મી જુલાઈનું હવામાન

27મીએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી તથા દક્ષિણ ગુજરાતના નવસારી તથા તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. 

28મી જુલાઈની આગાહી

આ તારીખે વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે, જ્યારે સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. 

29થી 31 જુલાઈની આગાહી

આ દરમિયાન રાજ્યમાં ક્યાંય ભારે કે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. જોકે, રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે. 

અમદાવાદની આગાહી

24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.  

ગુજરાતના હવામાનની આગાહી

નોંધનીય છે કે બંગાળની ખાડીથી આગળ વધી રહેલા હળવા દબાણની અસરથી ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો