વિદેશી ટ્રેન્ડનું ગુજરાતીકરણ!
આજના સમયમાં વિદેશી પદ્ધતિથી કરાતું બેબી શાવર ખૂબ જ પ્રચલિત બન્યું છે.
બેબી શાવર વખતે કેક, ડેકોરેશન અને જમણવારમાં મોટો ખર્ચો થઈ જતો હોય છે.
લોકો ખૂબ જ હોંશે હોંશે તહેવારની જેમ બેબી શાવરની ઉજવણી કરતા હોય છે.
અમદાવાદના દંપતી આવૃત્તિ પટેલ અને તેમના પતિ ચેતન પટેલે વિદેશી બેબી શાવરના બદલે ભારતીય ઢબે સીમંતની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.
આ દંપતીએ બેબી શાવરમાં અમેરિકન અને વિદેશી રીતરિવાજો અપનાવવાને બદલે સંસ્કૃતિના સાચા સારનું પ્રદર્શન કરવાનું ઉચિત ગણ્યું હતું.
તેઓએ પોતાની સમૃદ્ધ તેમજ સાંસ્કૃતિક પરંપરાઓની જાળવણી કરવા માટે સંપૂર્ણ ભારતીય ઢબે ઉજવણી કરી હતી.
દંપતી દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, દંપતી દ્વારા સીમંતની આમંત્રણ પત્રિકામાં સગર્ભા સ્ત્રીઓ માટેની સરકારી યોજનાઓ વિશે માહિતી છપાવવામાં આવી હતી.
દંપતીએ સગર્ભા સ્ત્રીઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન પ્રેક્ટિસ કરવા માટે ચોક્કસ યોગ કસરતોની ભલામણ કરી હતી.
આ સીમંતમાં ગુજરાતી સંસ્કૃતિ મુજબ સીમંત સંસ્કાર અને ગર્ભ સંસ્કારની વિધિ પણ કરાવવામાં આવી હતી.
લોકો દ્વારા તેમનો આ વિચાર ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.
ગુજરાતી સંસ્કૃતિને ધ્યાને લઈ કરવામાં આવેલા આ સીમંતને લોકો દ્વારા બિરદાવવામાં આવ્યો છે.
દંપતીની આ અનોખી પહેલને લોકો વખાણી રહ્યા છે.
આ ઉપરાંત આમંત્રણ પત્રિકા ઉપર QR સ્કેન કોડ પણ રાખવામાં આવ્યો હતો.
આ કોડને સ્કેન કરી લોકો તમામ માહિતી મેળવી શકે તેવી સુવિધા રાખવામાં આવી હતી.
આ નવી પહેલ દ્વારા દંપતીનો ઉદ્દેશ્ય બેબી શાવરમાં થતા ડેકોરેશન સહિતના ખર્ચમાં ઘટાડો કરવાનો છે.
આ સાથે લોકોમાં ગુજરાતી સંસ્કૃતિનું જતન અને પ્રચાર કરવાનો આ દંપતી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...