ગુરુ-રાહુના ચાંડાલ યોગની દેશ દુનિયા પર શું થશે અસર? જાણો ઉપાય

ગુરુ અને રાહુની યુતિ ચાંડાલ યોગ તરીકે પણ ઓળખાય છે. આગામી ચાંડાલ યોગ વૃશ્ચિક રાશિમાં ઓક્ટોબર 2030 થી ફેબ્રુઆરી 2031 સુધી જોવા મળી શકે છે.

જો જાતકની કુંડળીમાં ચાંડાલ યોગ થતો હોય તો તેની વિચારસરણી જડ, જિદ્દી કે અધ્યાત્મવાળી હોઈ શકે છે. વ્યક્તિ વિશેષ કાર્ય કરતી પણ જોવા મળે છે.

ક્યારેક બોલવામાં કટાક્ષ કે વ્યસન પણ થઈ શકે તેવું બનવા જોગ છે. તેમને જિંદગીમાં સંઘર્ષ બાદ સફળતા મળતી હોય છે. આ જાતકોએ ઉતાવાળીયા નિર્ણયોથી બચવું જોઈએ.

તેમને શારીરિક રોગ જેવા કે પાચન શક્તિ, આંતરડા, કમળો, ટાયફોડ, પાણી જન્ય રોગ વગેરેથી સંભાળવું હિતાવહ છે.

આ યોગના ઉપાય માટે સરસ્વતી ઉપાસના કે શિવ ઉપસના સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શિવલિંગ પર જળાભિષેક કરી તેની પૂજા કરી શકો છો. પીપળાને જળ અર્પણ કરી તેની પ્રદક્ષિણા પણ કરી શકો છો.

ઘણા નેતા, અભિનેતા, રમતવીર, ઉચ્ચ જ્ઞાની, અધિકારી, વેપારી વગેરેમાં આ યોગ જોવા મળેલ છે અને તેઓ સંઘર્ષ બાદ ખૂબ જ સફળ પણ થયા છે.

આ ચાંડાલ યોગના આધારે માર્કેટમાં વધ-ઘટનો માહોલ જોવા મળે છે. જેમાં શેરબજાર, સોના-ચાંદીના ભાવ, એગ્રો પ્રોડક્ટ વગેરેમાં અચાનક ભાવ વધારો જોવા મળી શકે.

બેન્કિંગ સેક્ટરમાં સુધારો જોવા મળે અથવા બેંકના કોઈ બનાવ પણ બની શકે તેવી ધારણા કરી શકાય. ત્યારે તેમાં કઈ રાશિમાં આ યોગ છે, ગોચર ગ્રહની કેવી સ્થિતિ છે તેના પર વિશેષ ધ્યાન અપાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)