મેગ્નેશિયમ, પોટેશનિયમ, ફોસ્ફરસ જેવા ગુણોથી ભરપૂર કોળાના બીજનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને વાળ પર ચમક આવે છે.
કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર ચિયા સિડ્સને સુપરફૂડ કહેવાય છે. તેનાથી વાળ હેલ્ધી બને છે અને ઓછા ખરે છે.
મેથી વાળ માટે સારી માનવામાં આવે છે. તેને વાળ પર લગાવવાની સાથે તેનું સેવન પણ કરી શકો છો. તેને ડાયાબિટીસમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.
ઝિંક અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા ગુણોથી ભરપૂર સનફ્લાવર સીડ્સને પણ વાળના ગ્રોથ માટે સારા માનવામાં આવે છે. તે વાળને મજબૂત બનાવે છે.
કલોંજીના બીજ વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. તેનાથી હેર ફોલ ઓછુ થાય છે. કલોંજીમાં એન્ટીફંગલ અને એન્ટીઓક્સિડેંટ ગુણ હોય છે, જે સ્કેલ્પને ઇન્ફેક્શનથી બચાવે છે.
તમે આ બીજનું સેવન કરીને ઘણી હદ સુધી વાળ ખરવાની સમસ્યામાં રાહત મેળવી શકો છો.