વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર બેલેન્સ્ડ ડાયેટ લો, જે વાળની હેલ્થ માટે જરૂરી છે. ઓછા ફેટ વાળા માંસ, માછલી, ઇંડા, ડેરી પ્રોડક્ટ્સ, ફળો અને શાકભાજી જેવી વસ્તુઓનો સમાવેશ કરો.
તમારા વાળના પ્રકાર અનુસાર યોગ્ય માઇલ્ડ, સલ્ફેટ-ફ્રી શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો. વારંવાર વાળ ઓળવાનું ટાળો અને ભીના વાળમાં ઘૂંચ કાઢવા માટે પહોળા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરો.
નિયમિત સ્કેલ્પ મસાજ વાળના ફોલિકલ્સમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે, હેર ગ્રોથ વધારે છે. વધુ ફાયદા માટે તમે નાળિયેર, બદામ અથવા જોજોબા ઓઇલનો ઉપયોગ કરી શકો છો.
રોઝમેરી અથવા ગ્રીન ટી જેવા હર્બલ હેર વોશ વાળને મજબૂત કરવામાં અને વાળ ખરતા ઘટાડવામાં મદદ કરી શકે છે. જડીબુટ્ટીઓને ઉકાળો, તેમને ઠંડુ થવા દો અને શેમ્પૂ કર્યા પછી છેલ્લે આ પાણીનો ઉપયોગ કરો.
વધુ પડતી હીટ સ્ટાઇલ અને કેમિકલ ટ્રીટમેન્ટ વાળને નબળા બનાવી શકે છે અને તૂટવાનું કારણ બની શકે છે. તેનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરો અથવા હીટ પ્રોટેક્ટિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.
કેટલાક એશેંશિયલ ઓઇલ, જેમ કે રોઝમેરી,લવંડર, અને પેપરમિન્ટ, હેર ગ્રોથ સાથે જોડાયેલા છે.એશેંશિયલ ઓઇલના થોડા ટીપાં તમારા રેગ્યુલર તેલમાં મિક્સ કરો અને તમારા સેકેલ્પ પર મસાજ કરો.
એલોવેરામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે અને તે સ્કેલ્પની બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. ફ્રેશ એલોવેરા જેલને તમારી સ્કેલ્પ પર લગાવો, તેને 30 મિનિટ સુધી રહેવા દો અને પછી નવશેકા પાણીથી ધોઈ લો.