કાંસકો ફેરવતાં જ હાથમાં વાળનો ગુચ્છો આવી જાય છે? કરો આ નેચરલ ઉપાય

સીઝનમાં બદલાવ, શરીરમાં પોષણની કમી, યોગ્ય રીતે વાળની સંભાળ ન લેવી, પ્રદૂષણ, કોઇ હેલ્થ કંડીશન કે પછી સ્ટ્રેસ વાળ ખરવાનું કારણ બની શકે છે. 

તેવામાં તમે હેર ગ્રોથ વધારવા અને ભરાવદાર બનાવવા માટે કેટલાંક ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. 

આ નુસ્ખા એવા છે જેને આયુર્વેદમાં પણ કારગર માનવામાં આવે છે. જેમ કે કાંટાવાળો એલોવેરાનો છોડ, આપણા વાળ માટે વરદાન સમાન છે. 

ચાલો જાણીએ એલોવેરા વાળની કઇ સમસ્યાઓમાં કારગર છે. સાથે જ હેર ફોલ રોકવામાં તે કેવી રીતે મદદરૂપ છે. 

MORE  NEWS...

યુરિક એસિડનો ખાતમો કરી શકે છે 2 રૂપિયાના આ પાન, સાંધાનો દુ:ખાવો થઇ જશે ગાયબ

સિઝન પૂરી થાય એ પહેલા આ રીતે સ્ટોર કરી લો કેરી, એક વર્ષ સુધી નહીં બગડે

ગંદા સ્વીચ બોર્ડને સાફ કરવામાં નહીં લાગે ટાઇમ, આ ટ્રિકથી 5 મિનિટમાં ચમકાવો

સ્કેલ્પની સ્કિન પોપડીવાળી અને લાલ થઇ જાય તો ખૂબ જ ખંજવાળ આવે છે. આવી કંડીશનમાં એલોવેરા જેલ લગાવો. કૂલિંગ ગુણોથી ભરપૂર જેલ સ્કેલ્પને કૂલિંગ આપે છે. 

આવી સ્થિતિમાં એલોવેરા કોઇ સંજીવની બૂટી સમાન છે. એલોવેરા જેલથી વાળની મસાજ કરો. મસાજ બાદ વાળને શેમ્પૂથી ધોઇ લો. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા થોડા જ દિવસોમાં દૂર થશે. 

એલોવેરાનો ઉપયોગ વાળ ખરતા ઘટાડવા અને સ્કેલ્પને હેલ્ધી બનાવવા માટે કરવામાં આવે છે. તેના નિયમિત ઉપયોગથી તમારા વાળ ધીરે ધીરે મૂળથી મજબૂત બનશે.

જો તમારા વાળ વધુ પડતા ખરતા હોય તો 2 ચમચી એલોવેરા જેલમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવો. થોડીવાર પછી વાળ ધોઈ લો. આ ઉપાય અજમાવવાથી વાળ ખરતા ઓછા થશે

MORE  NEWS...

પટારા જેવું પેટ બહાર લટકે છે? વજન ઘટાડવું હોય તો સવારના સમયે ન કરતાં આ 1 ભૂલ

દવા વિના કંટ્રોલમાં આવી જશે હાઇ બ્લડ સુગર, રોજ પીવો મફતમાં મળતા આ પાનનો જ્યુસ

ફ્રિજમાં મૂકેલું પનીર પથ્થર જેવું થઇ જાય છે? આ ટ્રિકથી 10 મિનિટમાં થઇ જશે સોફ્ટ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)