હનુમાનજીના વિરાટ સ્વરુપના કરો દર્શન

જૂનાગઢમાં નવાબના સમયનું ઐતિહાસિક 11 મુખી હનુમાન મંદિર આવેલું છે. 

જૂનાગઢમાં ભવનાથ તરફ જતા ગિરનારની સીડીઓ પાસે આ મંદિર આવેલું છે. 

આશરે 70 વર્ષથી વધુ વર્ષ જૂનું આ મંદિર છે. જેમાં અત્યારે હાલમાં 23 વર્ષનો યુવાન દીક્ષા ધારણ કરીને આ મંદિરનો સમગ્ર કાર્યભાર સંભાળી રહ્યો છે.

નવાબના સમયમાં રામચરણ દાસ બાપુ થઈ ગયા. તેમણે આ જગ્યા તેના પૌત્રના નામે કરી હતી.

સીતાહરણ બાદ જ્યારે ભગવાન શ્રી રામના આદેશથી હનુમાન દાદાને દરિયો પાર કરીને લંકા ગયા હતા.

ત્યારે મેઘનાથે હનુમાન દાદાને બંદી બનાવી રાવણ સમક્ષ રજૂ કર્યા હતા. 

એ સમયે રાવણે હનુમાન દાદાને કહ્યું હતુ કે, જો મારા 10 મુખ છે અને તારા સ્વામી રામ પાસે એક જ મુખ છે.

ત્યારે હનુમાન દાદાએ 11 મુખ ધારણ કરી રાવણ સમક્ષ પોતાનો પરચો બતાવ્યો હતો.

સાથોસાથ હનુમાન દાદાએ રાવણ કહ્યું હતું કે, મારા સ્વામી રામના એક સેવકના 11 મુખ છે.

તો વિચાર કરજો કે મારા સ્વામી કેવા હશે? આવી એક લોકવાયકા આ મૂર્તિ સાથે જોડાયેલી છે.

બ્રહ્મા , વિષ્ણુ , મહેશ , ગણપતિ , વરાહ, શત્રુઘ્નજી , ઋષિ વ્યાસ , દૂર્વસા ઋષિ સહિતના રૂપ ધારણ કર્યાં હતાં.

આજે તે રૂપના દર્શન તેમના આ મૂર્તિના રૂપમાં થઈ રહ્યા છે.

જેથી આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે.

હાલમાં અહીં હનુમાન જયંતીના દિવસે ખૂબ જ માનવ મહેરામણ દર્શન માટે ઉમટી પડે છે અને હર્ષભેર દાદાની પૂજા કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો