IND Vs PAK પહેલા ઈન્ડોર નેટ્સમાં ભારતીય ખેલાડીઓ કરી રહ્યા છે સખત મહેનત

Producer: Aditya Maheshwari

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં 10મી સપ્ટેમ્બરના રોજ મેચ યોજાવાની છે. 

ઈજાના કારણે બહાર રહ્યા બાદ લાંબા સમય પછી કેએલ રાહુલ પરત ફર્યો અને તેણે નેટ પ્રેક્ટિસ કરી. 

શુબમન ગિલ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સાથે ટ્રેનિંગ સેશન દરમિયાન ચર્ચા કરતો જોવા મળ્યો. 

ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે નિષ્ફળ રહ્યા બાદ ગિલ સુપર 4માં કમાલ કરવાના મૂડમાં હશે. 

સૂર્યકુમારને પહેલી બે મેચમાં પ્લેઈંગ XIમાં સ્થાન મળ્યું નહોતું, તે કોચ સાથે વાત કરતો જોવા મળ્યો.

કેએલ રાહુલ ટ્રેનિંગ સેશનમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો, તેને પાકિસ્તાન સામે રમવાની તક મળી શકે છે.

ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ઈન્ડોર સેશનમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.

શાર્દુલ ઠાકુરે પણ બોલિંગની ઈન્ડોર સેશન દરમિયાન પ્રેક્ટિસ કરી હતી. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો