આ વ્યક્તિએ શરૂ કરી પુસ્તક બેંક, ગરીબ વિદ્યાર્થીઓને થાય છે મદદરૂપ

બનાસકાંઠામાં સ્ટેશનરીનો વેપાર કરતા હરેશભાઈએ પુસ્તક વાંચન અને પુસ્તક પ્રત્યે ઋચી વધારવા અનોખી પુસ્તક બેંક શરૂ કરી છે.

હરેશભાઈ પાલનપુરના કોઝી વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી સ્ટેશનરીની દુકાન ચલાવે છે.

શાળા શરૂ થવાના સમયે લોકો તેમની દુકાને પુસ્તક ખરીદવા જતા હોય છે.

હરેશભાઈએ પોતાની દુકાનની આગળ જ એક સ્ટોલ તૈયાર કર્યો છે. તેનું નામ તેમણે પુસ્તક બેંક રાખ્યું છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

પુસ્તક બેંકમાં પુસ્તક ખરીદવા આવતા લોકો પોતાની સાથે જૂના પુસ્તકો લઈને આવે છે અને આ પુસ્તક બેંકમાં મૂકે છે.

જેથી મોંઘાદાટ લાગતા પુસ્તકો ખરીદવામાં અસમર્થ લોકો અહીંથી નિ:શુલ્ક પુસ્તકો લઈ જઈને અભ્યાસ કરી શકે છે.

બાળકના પુસ્તકો પસ્તીમાં વેચવાને બદલે તેને પુસ્તક બેંકમાં જમા કરાવવા માટે હરેશભાઈ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

હરેશભાઈની આ અપીલની હકારાત્મક અસર જોવા મળી છે. 

પરિણામે પાલનપુર અને તેની આસપાસના લોકો પુસ્તક બેંકમાં નિઃશુલ્ક પુસ્તક જમા કરાવતા થયા છે.

પુસ્તક બેંકના કારણે પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠામાં હરેશભાઈ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા