Played: 9 Won: 8 Lost: 1
ઝિમ્બાબ્વે સામે ભારતે એક મેચ ગુમાવી છે પરંતુ તે ક્રિકેટના ઇતિહાસમાં છવાઈ ગઈ છે, ભારતે આ ટીમે મેચ હારી તેના માટે સૌથી મોટો શ્રેય ગ્રાન્ટ ફ્લાવર, હેથ સ્ટ્રેક અને હેનરી ઓલાંગોને જાય છે.
Played: 7 Won: 7 Lost: 0
આ મોટી ટુર્નામેન્ટમાં હજુ સુધી પાકિસ્તાનને જીતવાનો મોકો મળ્યો નથી, બન્ને ટીમો વચ્ચે મેચ હોય ત્યારે ભારે કરંટ જેવો માહોલ રહેતો હોય છે. એશિયા કપ 2023માં પણ તે જોવા મળ્યું હતું.
Played: 9 Won: 6 Lost: 3
વેસ્ટ ઈન્ડિઝનો વર્ષો પહેલા જે ખોફ હતો તે હવે ઘટી ગયો છે, આ વખતે તો ટીમને ક્વોલિફાય પણ થવા મળ્યું નથી. જોકે, બન્ને ટીમો વચ્ચે વર્લ્ડકપમાં થયેલી ટક્કરમાં ભારતનો હાથ ઉપર છે.
Played: 12 Won: 4 Lost: 8
વર્લ્ડકપની ટક્કરમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનું પલડું નમતું છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ જીતનારો સફળ દેશ પણ છે, આ ટીમ સતત ત્રણ વર્ષ 1999, 2003 અને 2007માં ચેમ્પિયન બની છે.
Played: 9 Won: 4 Lost: 4 No Result: 1
વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં થયેલી ટક્કરમાં આ બન્ને ટીમોનું પલડું એક સમાન રહ્યું છે. પરંતુ હાલની સ્થિતિ અને ટીમની મજબૂતીને જોતા ભારતનું પલડું શ્રીલંકા સામે વધારે મજબૂત દેખાઈ રહ્યું છે.
Played: 8 Won: 3 Lost: 4 No Result: 1
ઓસ્ટ્રેલિયા પછી ઈંગ્લેન્ડ સામે પણ ભારતનું પલડું નમતું છે, અહીં બન્ને ટીમો વચ્ચે થયેલી 8 મેચમાં ભારતે 3 જીતી છે અને એક અનિર્ણિત રહી છે. ઈંગ્લેન્ડની ટીમ આ વર્ષે ચેમ્પિયન તરીકે ઉતરશે.
Played: 8 Won: 3 Lost: 4
ન્યૂઝીલેન્ડની ટીમ પણ ભારતની સામે મજબૂત ટક્કર આપે છે, આ બન્ને ટીમો વચ્ચે થયેલી મેચમાં વધુ જીત ન્યૂઝીલેન્ડના નામે છે. જોકે, હવે આ વર્ષે આગળ નીકળવાની તક ભારત પાસે રહેલી છે.
Vs South Africa - Played: 5 Won: 2 Lost: 3
સાઉથ આફ્રિકાનો રેકોર્ડ પણ વર્લ્ડકપમાં ભારતની મળેલી જીતનો આંકડો આગળ છે. આ બન્ને ટીમોની સરખામણીમાં હાલ ભારતીય ટીમ વધારે મજબૂત સાબિત થઈ રહી છે.
Kenya - Played: 4 Won: 4 Lost: 0 Bangladesh - Played: 4 Won: 3 Lost: 1
કેન્યા અને બાંગ્લાદેશ સામેની વર્લ્ડકપમાં ભારત સામે થયેલી ટક્કરમાં બન્ને ટીમો પછડાઈ છે, પરંતુ કેન્યા કરતા ભારત સામે રમવામાં બાંગ્લાદેશને જીતનો સ્વાદ પણ ચાખવા મળ્યો છે.
Ireland - Played: 2 Won: 2 Lost: 0Netherlands - Played: 2 Won: 2 Lost: 0
આયર્લેન્ડ અને નેધરલેન્ડ સામે પણ ભારતનું પલડું ભારે રહ્યું છે. આ બન્ને ટીમો ભારત સામે વર્લ્ડકપની મોટી ટુર્નામેન્ટમાં ખાતું ખોલાવી શકી નથી.