'કાળા ટામેટાં'ના આ ફાયદા જાણીને ચોંકી જશો

જો તમે ખેતી કરીને મોટી કમાણી કરવા માંગો છો તો આજે અમે તમારા માટે એક બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. 

આ એક નવો વ્યવસાય છે જેની ભારતમાં માંગ વધી રહી છે.

જી હાં, અમે કાળા ટામેટાની ખેતીની વાત કરી રહ્યા છીએ. 

લાલ ટામેટા બાદ હવે કાળા ટામેટા પણ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. 

તેની સૌથી મોટી વિશેષતા છે કે તે કેન્સરની સારવારમાં મદદરુપ સાબિત થાય છે. આ સિવાય આ ટામેટા અનેક રોગ સામે લડવામાં અસરકારક છે. 

બ્લેક ટામેટાને અંગ્રેજીમાં Indigo Rose Tomato  કહેવામાં આવે છે. તેની ખેતીની શરુઆત ઈંગ્લેન્ડમાં થઈ હતી. 

તેની ખેતીનો શ્રેય રે બ્રાઉનને જાય છે. તેણે આનુવંશિક પરિવર્તન દ્વારા કાળા ટામેટા વિકસાવ્યા હતાં. 

કાળા ટામેટાની ખેતીમાં સફળતા મળ્યા બાદ ભારતમાં પણ કાળા ટામેટાની ખેતી શરુ થઈ ગઈ છે. યુરોપિયવ માર્કેટમાં તેને 'સુપરફૂડ' કહેવામાં આવે છે. 

ઈન્ડિગો રેડ રોઝ અને પર્પલ ટામેટાના બીજને જોડીને એક નવું બીજ વિકસાવવામાં આવ્યું છે. જેનાથી આ ટામેટાનો જન્મ થયો.

ઈંગ્લેન્ડની જેમ ભારતની આબોહવ કાળા ટામેટા માટે સારી છે. તેની ખેતી લાલ ટામેટાની જેમ જ કરવામાં આવે છે. 

તેની ખેતી માટે સારી ડ્રેનેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમજ જમીનનો પી.એચ મૂલ્ય 6-7ની વચ્ચે હોવું જોઈએ.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો