હેલ્થલાઇનના અહેવાલ અનુસાર, જામફળ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. જામફળ વિટામિન સીનો સ્ત્રોત છે. તેમાં સંતરા કરતાં બમણું વિટામિન સી હોય છે.
જામફળ ખાવામાં મીઠાં હોવા છતાં તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જામફળ ફાઇબરનો સારો સ્ત્રોત છે અને તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ પણ તેનું સેવન કરી શકે છે.