નાના બીજના મોટા ફાયદા, શરીરને રાખશે નિરોગી

નાના બીજના મોટા ફાયદા, શરીરને રાખશે નિરોગી

આયુર્વેદમાં ચણા ઉપરાંત એવી ઘણી વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય માટે લાભકારક માનવામાં આવે છે.

રાગી તેમાંથી જ એક છે. કેલ્શિયમ, વિટામિન્સ, ફાઇબર જેવા તમામ જરૂરી પોષક તત્વોથી ભરપૂર રાગીને બાજરાના નામે પણ ઓળખવામાં આવે છે.

મોટાભાગના લોકો રાગીનું સેવન લોટના રૂપમાં કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અંકુરિત રાગી શરીરને નિરોગી રાખવામાં મદદ કરી શકે છે.

રાગી ફાઇબરથી ભરપૂર હોવાના કારણે તે શુગર ઠીક કરવા અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

અંકુરિત રાગી ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે.

શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે અંકુરિત રાગી ખૂબ જ અસરકારક છે.

તમે ડાયાબિટીસની બીમારી સામે ઝઝૂમી રહ્યાં છો તો રાહી તમારા માટે અનાજ તરીકે સારો ઓપ્શન છે.

અંકુરિત રાગી પેટ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. રાગીમાં ફેટની માત્રા ઓછી હોય છે. તેનાથી ભોજન પચવામાં સરળતા રહે છે.

રાગીને અંકુરિત કરીને દરરોજ ખાવાથી યૂરિક એસિડમાં થતી સમસ્યાઓ ઓછી થઇ જાય છે.

આયરનથી ભરપૂર રાગી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેને પલાળીને રોજ ખાવાથી શરીરમાં લોહી બને છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.